બીજી ફેબ્રુઆરીથી શરૂ કરેલી સુરત- વલસાડ- સુરત મેમુ પાસધારકો વગરની અને કસમયની ટ્રેન છે. જે વલસાડમાં ચાર કલાક અને સુરતમાં સળંગ ૧૫ કલાકથી વધુ ફાજલ પડી રહેતા મંગળવારને તા.૯/૨ થી સુરતના બદલે વડોદરાથી ઉપાડી ભરૂચ, સુરત, વલસાડ, વાપી થઈ ઉમરગામ સુધી દોડશે અને પરત ફરશે. જેમાં બાર કોચની એક જ રેક છે.
મેમુ વડોદરા- સુરત ૦૯૧૫૬/૦૫-૫૦ કલાકે ઉપાડી ૦૯-૧૫ વાગ્યે સુરત, સુરત વલસાડ ૦૯૧૫૨/૦૯-૨૦ કલાકે ઉપાડી વલસાડ ૧૧-૦૫ વાગ્યે અને વલસાડ-ઉમરગામ ૦૯૧૫૪//૧૧-૧૦ કલાકે ઉપાડી ઉમરગામ ૧૩-૦૦ વાગ્યે પહોંચશે. જે પરત ૧૪-૧૦ કલાકે ઉપડી વલસાડથી ૧૫-૩૫ કલાકે પહોંચશે અને સુરતથી ૧૭-૩૮ કલાકે ઉપાડી વડોદરા ૨૧-૨૦ વાગ્યે પહોચશે. એમ ત્રણ ત્રણ નંબર ફાળવીને મેમુ શરૂ કરી છે, જેમાં પણ મુસાફરોએ પ્રવાસ કરવો હોય તો ઓનલાઇન બુકિંગ ફરજિયાત છે. મેમુનુ લઘુત્તમ ભાડું વલસાડથી નવસારી કે વાપી સુધીનું માત્ર રૂ ૧૦ છે. પરંતુ ઓનલાઇન બુકિંગ ચાર્જના દોઢા એટલે કે પંદર રૂપિયા મળી રૂ.૨૫ ફરજિયાત ખર્ચવા પડે છે.
વિન્ડો કરંટ બુકિંગ 40 મિનિટ પહેલા બંધ, મોડા પડનાર મુસાફરોને ટિકિટ નહીં મળે
વિન્ડો કરંટ બુકિંગ મેમુ ઉપડવાના સમયથી ૪૦ મિનિટ પહેલા બંધ થઈ જાય છે. જેના લીધે પણ ૧૦-૧૫ મિનિટ પહેલા આવેલા મુસાફરો ટિકિટ નહીં મળવાથી પ્રવાસ કરી શકતા નથી. ટ્રેનમાં બેસી જાય તો વગર ટિકિટના હોય ભારે દંડ થાય છે અને પાસધારકોને છૂટ આપી ન હોવાથી, હવે ત્રણે ભાગમાં મુસાફરોનો સાનુકૂળ પ્રતિભાવ મળશે નહીં અને નીતિનિયમ વિરૂદ્ધ સુવિધા વિહીન મેમુને સળંગ ૨૫૧ કિલોમીટર સુધી દોડાવી પ્રવાસ કરાવશે. જેથી મેમુ ઉપડવાની દસ મિનિટ પહેલાં સુધી છૂટક ટિકિટનું વેચાણ થવું જોઈએ, તો જ ગરીબ મુસાફરોને વધુ ફાયદો થશે, રૂ.૧૫ની બચત થશે, રેલ પ્રવાસીઓનો વધારો થશે અને ધોરીમાર્ગ અવરજવરમાં રાહત થશે.