મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. મમતા બેનરજી અવારનવાર તેમના રાજ્યમાં હુમલાઓ થવા અંગે ફરિયાદ કર્યા કરે છે. જે રાજ્યના તમે પોતે મુખ્યમંત્રી છો તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની જવાબદારી મુખ્યપ્રધાન એટલે કે મમતા બેનરજીની છે અને તેઓ જ ફરિયાદ કરે છે.
આ બેહૂદું નથી લાગતું? વળી તેમના રાજ્યમાં પશ્ચિમ બંગાળની બહારથી જે લોકો પ્રચાર કરવા જાય છે તેમને તેઓ બાહરી લોકો કહે છે ત્યારે પ્રશ્ન એ થાય કે પશ્ચિમ બંગાળ ભારતમાં નથી આવ્યું? ભારતના કોઈ પણ પ્રદેશની વ્યક્તિ તેમના રાજ્યમાં જાય તો તેમને તમે બાહરી કહી જ કેવી રીતે શકો? આ તેમની બોખલાહાતનું જ સીધું પરિણામ છે.
આમ પણ પશ્ચિમ બંગાળ ત્યાંના ગુંડાઓના કેર માટે જાણીતું છે. લાગી રહ્યું છે કે આ વખતે ભાજપે ત્યાં જોરશોરથી પ્રચાર કરીને તેમને હલબલાવી નાખ્યાં છે, જેનું પરિણામ આપણા બધાની સામે છે. અત્યાર સુધીમાં મમતા બેનરજી જેટલી ચૂંટણી લડ્યાં છે તેમાં કદાચ પહેલી વાર એક મજબૂત હરીફનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.