National

મમતા બેનર્જીએ ‘રામ અને બામ’ને હોસ્પિટલ હુમલા માટે જવાબદાર ગણાવ્યા, કહ્યું..

નવી દિલ્હી: કોલકાતાની (Kolkata) આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેઇની મહિલા ડોક્ટર (Trainee female doctor) સાથે થોડા દિવસો પહેલા દુુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હતું. ત્યારે નિર્દયતાની હદ તો ત્યારે વટી કે જ્યારે લોકોના જીવ બચાવનાર તબીબ સાથે દુષ્કર્મની ઘટના બાદ તેણીને મોતને ઘાટ ઉતારવામાં આવી. આ ઘટનાએ આખા દેશમાં હોબાળો મચાવ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ જ્યાં આ ઘટના બની હતી ત્યાં કેટલાંક પ્રદર્શનારીઓએ તોડફોડ કરી હતી.

તોડફોડ બાદ આ મામલે મોટા વિવાદો પણ સર્જાયા હતા. ત્યારે આ વિવાદો વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સીપીઆઈ (એમ) અને ભાજપના કાર્યકરો પર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે તાજેતરમાં ફરજ પરની એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કારનો આરોપ અને પ્રદર્શનનો લાભ લઇ વિપક્ષના કેટલાંક નેતાઓએ મધરાત્રે વિરોધ દરમિયાન ગુંડાગીરી કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “મને માહિતી મળી છે કે બહારના લોકોએ, ‘બામ અને રામ’ના કેટલાક રાજકીય પક્ષના કાર્યકરોએ આ તોડફોડ કરી છે. વિદ્યાર્થીઓની આમાં કોઈ ભૂમિકા નથી. હું આ ઘટનાની નિંદા કરું છું અને આવતીકાલે (બળાત્કારના આરોપી)ને ફાંસીની સજાની માંગ કરતી રેલી હું કાઢીશ.”

તેમણે કહ્યું, “મેં ડાબેરીઓ અને ભાજપના ઝંડાઓ જોયા… જે રીતે તેઓએ પોલીસ પર હુમલો કર્યો. મારો એક પ્રભારી અધિકારી એક કલાક સુધી ગુમ રહ્યો હતો. બાદમાં, તે ઘાયલ થયો. પરંતુ પોલીસે દર્દીઓની યાદી જાહેર કરી ન હતી. હા, તેઓએ બળનો ઉપયોગ કર્યો ન હતો અને અમે ઘણા આંદોલનો કર્યા છે પરંતુ આજ દીવસ સુધી ક્યારેય હોસ્પિટલની અંદર આવી તોડફોડ કરી નથી.

રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને મળ્યા પછી જનતાને સંબોધતા, મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં તોડફોડ કરનારા લોકો “બહારના” હતા. આર.જી. કર હોસ્પિટલમાં નિર્લજ્જ ગુંડાગીરીના પગલે પ્રદર્શન કર્યું હતું, તેમજ CPI(M)ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચાએ ગુરુવારે રાજ્ય સંચાલિત આર.જી. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હિંસાને લઈને પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી પદ પરથી સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી.

આવી જ માંગ કરતા ભાજપે પણ કહ્યું હતું કે તેમની મહિલા વિંગ વિરોધમાં શુક્રવારે તેમના નિવાસસ્થાને મીણબત્તી પ્રગટાવશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા “નિષ્ફળ” હોવાનો આરોપ લગાવતા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું હતું કે તેમજ ભગવા પાર્ટી, આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નજીક પણ વિરોધ પ્રદર્શન કરશે, જ્યાં ગયા અઠવાડિયે એક મહિલા અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટરની કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે ભારે વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે ગુરુવારે વહેલી સવારે આરજી કર હોસ્પિટલમાં તોડફોડના વિરોધમાં બીજેપીની મહિલા વિંગ શુક્રવારે હઝરા ક્રોસિંગથી બેનર્જીના કાલીઘાટ સ્થિત દક્ષિણ કોલકાતા નિવાસસ્થાન સુધી મીણબત્તી સરઘસ કાઢશે.

Most Popular

To Top