Charchapatra

‘પુરુષ’- જે પોતાના પહેલા માં-બાપનું વિચારે

પુરુષ- જે પોતાના કરતાં પહેલાં પોતાના સંતાનોનું વિચારે. પુરુષ- જે પોતાના પહેલાં પરિવારનુ વિચારે.  દોસ્તો સવારે નવ થી રાત્રે નવ બૂટ પહેરીને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા. – ફાટેલાં ગંજી અને મોજા પહેરીને પણ પત્નીને હસતાં હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ. – નાનો હોઈ ત્યારે બહેનનું વિચારે મોટો થાય ત્યારે માં-બાપનું વિચારે છતાં પણ અહંકારી હીન, ક્રોધીહીન અને લાગણીહીન. છતાં મતલબી પુરુષ જ લાગે.

– ઘરમાં ચાર-ચાર એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે? મોટા ઘર- બંગલા કોના માટે? છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે. – પત્નીને તહેવારો પર દાગીનાઓ લાવી આપે અને પોતે કોઈ પણ દાગીના વગર રહે છતાં હંમેશા ખુશ. છતાં પતી કજૂંશ લાગે.

નાનપણથી જ પોતાના સપના ભૂલી પોતાના મા-બાપ માટે તેમને ખુશ રાખવા માટે બધુ જ હસંતા મોઢે સ્વીકારી લે તે પુરુષ (દિકરો) છતાં દિકરો ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલયક લાગે. દોસ્તો તમારા મનમાં વિચારી જુઓ. પુરુષની વ્યથા અને પ્રેમ.

અમરોલી – આરતી જે. પટેલ             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top