આપણા દેશે 30 વર્ષ જેવા લાંબા સમયની મહેનત બાદ બનાવેલ મેલેરિયાની બીજી વેકસીનને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તાજેતરમાં આપેલ મંજૂરી બાદ દેશની વેકસીન ક્ષેત્રે બજાવેલ આ નોંધપાત્ર કાર્ય દેશને વિશ્વ ગૌરવ અપાવનાર ગણી શકાય. મેલેરિયા એક એવી બીમારી છે, જે વિકાસશીલ દેશોમાં તરખાટ મચાવે છે. વર્લ્ડ ચેન્જર તરીકે ગણાતી આ મેલેરિયા વેકસીનને કોરોનાની રસી બનાવનાર દેશની સીરપ ઇન્સ્ટીટયુટે તૈયાર કરેલ છે જે માટે સીરપ ઇન્સ્ટીટયુટ બેવડા અભિનંદનને પાત્ર છે.
દેશના કર્મઠ અને અણથક વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પૂરા વિશ્વમાં કોરોનાની રસીના 220 કરોડ ડોશ આપવામાં આવ્યા હતા. જેની નોંધ વિશ્વ આરોગ્ય સંગઠને પણ લીધેલ હતી. તાજેતરમાં કોરોનાના નવા જે. એને. વેરીયન્ટની શરૂઆતથી દેશની ચિંતા વધારેલ છે ત્યારે આશાના કિરણરૂપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમીટેડ કોરાનાના અત્યાર સુધીના તમા વેરીયેન્ટ સોમ અકસીર પ્રતિરોધ પુરવાર થાય તેવી યુનિવર્સીવ વેકસીન વિકસાવવાની તૈયારી શરૂ કરી દીધેલ છે જે માત્ર દેશ માટે જ નથી, પણ વિશ્વ માટે આનંદદાયક સમાચાર ગણી શકાય.
આવી યુનિવર્સલ વેકસીન માટે આ કંપની સત્વરે સફળ બને તેવી શુભેચ્છા. હાલ દેશમાં કોરોનાની જે એન. વન વેરીયન્ટના કારણે ચિંતા વધેલ છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ વેરીયન્ટ ચિંતાની બાબત હોવાનું જણાવેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આ વાયરસ ખાસ કરીને જે દેશમાં શિયાળો શરૂ થઇ રહ્યો છે ત્યાં કોવિડસ કેસોમાં ઉછાળાનું કારણ બની શકે એમ છે.
આમ આપણો દેશ વિશ્વમાં જુદી જુદી રસીમાં સફળતાપૂર્વક આગળ વધીને વિશ્વને ઉપકારક બની રહેલ છે જે કોરોના ફેલાવનાર નુકસાનકારક ચીન કરતાં સાવ વિરુદ્ધનું તેમજ અમેરિકાની વિશ્વ જમાદારના નુકસાનકારક પગલાંઓ કરતાં સાવ વિરુદ્ધનું ગણી શકાય.આમ વિશ્વમાં આપણો દેશ અને તેનું શ્રી નરેન્દ્ર મોદીનું આગવું નેતૃત્વ વિશ્વ માટે સૌથી ઉપકારી સાબિત થઈ રહેલ છે. જેના મૂલમાં વસુધૈવ કુટુંમ્બકમ્ની ભારતીય સંસ્કૃતિની પ્રભાવી વિચારધારા રહેલ છે.આવી ઘટનાઓ દેશને વિશ્વગુરુ બનાવવા તરફ જઇ રહેલ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરત એરપોર્ટનું નામકરણ
હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મેળવી ચૂકયું છે ત્યારે એનું નામકરણ કરવું પણ જરૂરી છે. સુરત એરપોર્ટ માટે જો કોઇ યોગ્ય વ્યકિતનું નામ હોય તો ભારતના માજી વડા પ્રધાન સ્વ. શ્રી મોરારજી દેસાઇ જ હોઈ શકે. ભારતીય સંસદમાં સુરતના લોકપ્રતિનિધિ તરીકે સુરતના જરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તેમજ ટેક્ષટાઇલ્સ ઉદ્યોગની પ્રગતિમાં એમણે આપેલ પ્રદાન બેનમૂન છે જ. આ અંગે સુરતના આગેવાનોએ સત્તાવાળા સમક્ષ સ્વ. મોરારજી દેસાઇના નામ માટે રજૂઆત કરવી જરૂરી છે.
બારડોલી – આર. પી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.