Charchapatra

બ્રેડલાઈનર સર્કલના રોડને વધુ સલામત બનાવો

સુરત ઉધના મગદલ્લા રોડ બ્રેડ લાઈનર સર્કલથી અલથાન જવાના રસ્તા પર બંને તરફ સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ માંથી બહાર નીકળતા જ પ્રથમ બન્ને  તરફથી ફુલ સ્પીડે  આવતી ગાડીઓનુ ધ્યાન  રાખવું પડે છે રોંગ સાઈડ  આવતી ગાડીઓ થી ભયંકર અકસ્માત થવાની શક્યતા રહે છે સત્તાવાળાઓ કોઈ ગંભીર અકસ્માત થાય અને જાનહાનિ થાય તે પહેલા આ રોડ પર તાકીદે સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકરો મુકવા અને ટ્રાફિક નિયમન કરવા કાયમી ટ્રાફિક કંટ્રોલર ને મુકવા પોલીસ કમિશનર શ્રી ને તેમજ મ્યુનિસિપલ મેયર શ્રીને અને આ કાર્યવાહી કરવાની જે પણ ખાતાની જવાબદારી હોય તે તમામ ને હુ હાથ જોડીને વિનંતી કરું છું કે આ રોડ ની રૂબરૂ મુલાકાત લો તો જ ગંભીરતા નો ખરો  ખ્યાલ આવશે. (આ મુજબનુ ચર્ચાપત્ર હુ લખી ચૂક્યો છું) હાલ  ત્રણેક સ્પીડ બ્રેકરો મુકાયા છે જે રોડની લંબાઇ ને જોતા પુરતા નથી માટે ફરી આ ચર્ચાપત્ર લખવું પડે છે
સુરત              – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સહકારી ક્ષેત્રનું લાંછન
નાગરિકની અર્થ સામાજીક વ્યવસ્થામાં મહત્ત્વની અને અર્થપૂર્ણા ભૂમિકા ધરાવતું ક્ષેત્ર સહકારી પ્રવૃત્તિ છે. આર્થિક રીતે શોષણમૂકત કરી સધ્ધર, સુખી અને સ્વાલલંબી જીવનની આધારશીલા છે. દેશમાં વિશેષ કરી ગુજરાતમાં આ પ્રવૃત્તિ ખૂબ જ ફૂલીફાલી છે અને ફળદાયી પણ બની છે. વાત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. બેંક લિ.ની કરવી છે. છેલ્લાં 100 ઉપરનાં વરસોથી આ બેંક ફડચામાં સુષુપ્ત અવસ્થામાં છે. નાના-મોટા-મધ્યમ વર્ગના પેન્શનરોની બચતના તથા વૃધ્ધોની બચાવેલી અમાનતા આ બેંકમાં થાપણ તરીકે પડેલી છે. ફડચા અધિકારી નીમાયા છે. મિલકતો પણ વેચી નાણા મેળવી લીધા છે. આટલી જાહેર જાણકારી પછી છેલ્લી સ્થિતિની ખબર નથી. થાપણદારોની થાપણ ચૂકવવાની હવે જવાબદારી નિભાવવાની તેમાં બેંક તદ્દન બેપરવા છે. થાપણના પૈસા મળશે એવી આશાએ કાર્યવાહી જીવંત થાય તેવી થાપણદારોની ઇચ્છા-આશા પણ હદ વટાવી ગઇ છે. દેશમાં દરેક સમસ્યાનો ઉકેલ શું આંદોલનથી જ આવે ? થાપણદારો પણ કોઇ જાગૃતિ પેદા કરી બંડખોર બનતા નથી એ પણ આશ્ચર્યજનક છે. ગુ.મિત્ર દૈનિક ઘણી સળગતી ગંભીર બાબતને ઉજાગર કરી સરકારને જાગૃત કરી ફળદાયી પરિણામ મેળવવા માહિર છે. થાપણદારો અને ગુ.મિત્ર જેવા નીડર દૈનિક જાગૃત બને તે માટે આ એક ધક્કો મારવાનો આવે પ્રયાસ છે. બાકી સહકારીક્ષેત્રની વિશ્વસનીયતા આ પ્રકરણથી તળિયે તો અચૂક ગઇ છે. ગુજરાતના અમિતભાઇ શાહ કેન્દ્રમાં ગૃહખાતા સાથે સહકારિતા પ્રધાન પણ છે છતાં પણ આવું કેમ ?
વ્યારા              – બાબુ દરજી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top