Business

બેલ્ટથી બનાવો આઉટફિટ્‌સને સ્ટાઇલિશ & ટ્રેન્ડી

જયારે આપણે ફેશન એકસેસરીઝની વાત કરીએ છીએ ત્યારે બેલ્ટ પર લોકોનું ફોકસ બહુ ઓછું જાય છે. પરંતુ જો ફેશનેબલ બેલ્ટને સ્ટાઇલિશ રીતે પહેરવામાં આવે તો એ તમારા આઉટફિટ અને લુકમાં ચાર ચાંદ લગાડી શકે છે. જો તમે ઢીલા પેન્ટ કે જીન્સને ટાઇટ કરવા માટે જ અત્યાર સુધી બેલ્ટ પહેરતાં હો તો એનાથી આગળ વધી નવા ટ્રેન્ડસ પર ધ્યાન આપો. તમારા સિંગલ પીસ ડ્રેસ કે ટોપ સાથે બેલ્ટ પહેરી જુઓ તમારો ફેટી લુક કેવો કર્વી થઇ જાય છે અને તમારી હાઇટ પણ વધારે લાગે છે.

બેલ્ટની ફેશન આમ તો વેસ્ટર્ન છે પરંતુ હવે મોડર્ન બેલ્ટ ટ્રેડિશનલ કમરબંધ-કંદોરા કરતાં પણ ઇન્ડિયામાં વધુ પોપ્યુલર છે. સાડીથી માંડી સ્કર્ટસ, ડ્રેસિસ બધામાં બેલ્ટ પહેરી તમે ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. માર્કેટમાં અલગ અલગ વેરાયટી, ટેક્સચર તથા સ્ટાઇલમાં સ્ટાઇલિશ બેલ્ટ મળે છે. જાણીએ લેટેસ્ટ બેલ્ટના ટ્રેન્ડ વિશે…
ટેન લેધર બેલ્ટ
લગભગ દરેક યુવતીના વોર્ડરોબમાં આ પ્રકારનો બેલ્ટ હોય છે. પરંતુ મોટા ભાગનાં એ જીન્સ સાથે જ પહેરે છે. પરંતુ બ્રાઉન ટેન કલરના બેલ્ટથી તમે જૂના આઉટફિટને પણ આકર્ષક બનાવી શકો છો. કોઇ પણ લોન્ગ ડ્રેસ, ડેનિમ આઉટફિટ સાથે પહેરી તમે ટોલ, કુલ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.

ચેન બેલ્ટ
પહેલાં સાડી સાથે કંદોરો પહેરવાની ફેશન હતી પરંતુ સમય બદલાતાં કમરબંધની જગ્યા મોડર્ન બેલ્ટે લઇ લીધી છે. ટ્રેડિશનલ આઉટફિટ સાથે ચેન બેલ્ટનું કોમ્બિનેશન સરસ લાગે છે. તમે સાડી પહેરતાં હો અને તમને મોડર્ન અને સ્ટાઇલિશ લુક જોઇએ તો તમે કંદોરાની જેમ બેલ્ટ પહેરી એને સ્ટાઇલિશ બનાવી શકો છો.
બક્કલ બેલ્ટ
આજકાલ મોટાં મોટાં બક્કલવાળા બેલ્ટની પણ ફેશન છે. આ બેલ્ટની ખાસિયત એ છે કે એ તમે સાડી, હાફ પેન્ટ, ડ્રેસ અને કોઇ પણ આઉટફિટ પર પહેરી શકો છો.

કોર્સેટ બેલ્ટ
આ પ્રકારના બેલ્ટ પહેલાંના સમયમાં અમીર ઘરાનાની મહિલાઓ ડ્રેસ સાથે પહેરતી હતી. જેથી કર્વ્સ સારી રીતે ઉભરે અને સ્લીમ લુક મળે. તમે કોર્સેટ બેલ્ટ લોન્ગ ટી શર્ટ, ડ્રેસ, ગાઉન કે મીની સ્કર્ટ સાથે કેરી કરી શકો.
બીડેડ બંજારા બેલ્ટ
આ પ્રકારના બેલ્ટ સામાન્ય રીતે સિમ્પલ, સોબર ડ્રેસમાં ટિવસ્ટ એડ કરવા માટે કેરી કરવામાં આવે છે. એ તમે કોઇ પણ લાઇટ કલરના ડ્રેસ, ગાઉન, ફ્રોક કે વ્હાઇટ ટોપ સાથે કેરી કરી શકો છો.

Most Popular

To Top