આમ તો એક વિદ્યાર્થીના ઘડતરની ભૂમિકામાં શાળા અને વાલી બંનેનુ પ્રદાન છે. એનો સર્વાંગી વિકાસ શિક્ષકો અને વાલી બંનેનો સહિયારો પ્રયાસ છે. પણ બાળકો શાળામાં વધુમાં વધુ પાંચ કલાક અને બાકીનો બધો સમય ઘરમાં વિતાવે છે. શાળામાં શિક્ષણ સામુહિક હોય છે. પોતાની ક્ષમતા મુજબ તે ગ્રહણ કરે છે. આમ જોઈએ તો ઘર, શાળા અને બાહ્ય પરિબળો ત્રણેયનો કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં ફાળો હોય છે. તાજેતરમાં તરુણાવસ્થાનાં વિદ્યાર્થીઓ દ્વારા વિધાર્થીને ચપ્પુના ઘા મારી હિંસક હુમલો કરવાની ઘટનાને પગલે આધુનિક સમયમાં પેરેન્ટીંગ સામે સવાલો ખડાં થાય છે. આવા હુમલાઓ એકા એક બનતા નથી. એને માટે પૂર્વ આયોજન જરૂરી હોય છે. જો માતા પિતા સંતાનની ગતિવિધિથી વાકેફ હોય તો આવી એક્સ્ટ્રીમ લેવલની ઘટના ટાળી શકાય. પોતાના સંતાનનું મિત્ર વર્તુળ, શાળામાં એની વર્તણુકથી ડે ટુ ડે પરિચિત રહે તો એનામાં રહેલી આક્રમકતાને યોગ્ય ડાયવર્ઝન આપી શકાય.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.