‘‘અવાર-નવાર’’ કોલમમાં લેખક ડૉ.નાનક ભટ્ટજીએ 21મી સદીનો આધાર, બૌધ્ધિક કામ (સેક્સ) બાબતે ફ્રોઈડથી લઈ રજનીશજી સુધીના અને તે પહેલાના સમયની કામ બાબતના ખ્યાલની સુરૂચી પૂર્ણ અને વિસ્તૃત ચર્ચા કરી છે કોઈપણ બાબતના આવા અભ્યાસોની રજુઆત માત્રને માત્ર ‘ગુજરાતમિત્ર’માં જ સંભવ છે. અભિનંદન લેખક અને આપણાં ‘મિત્ર’ને લેખકે લેખનાં અંતમાં લખ્યુ છે. સ્ત્રી-પુરૂષનાં કામમાં બૌધિકતા જળવાય રહે તે અંગેની વાત ચર્ચાવી જોઈએ તેથી પહેલુ સંતાન બુધ્ધિમાન બની રહે બૌધ્ધિક કામ, તાર્કિક બની રહે તો આપણા સમાજની ભાવુકતા તૂટશે, બૌધ્ધિક કામ દ્વારા બૌધ્ધિક સંતાનોની ઉત્પતિના ખ્યાનને પ્રચલિત બનાવવા પહેલ થાય તો નવા યુગનું મંડાણ થશે આમ લેખકે કામ દ્વારા સંતાનોની ઉત્પતિતામાં બૌધ્ધિકતાને પ્રાથમિકતા આપી ભાવુકતાને તોડવાની વાતકહી છે પણ યાદ રહે મનુષ્ય જીવનમાં ભાવુકતા એટલે લાગણી સંવેદનશીલતા બૌધ્ધિકતાંથી પણ આવશ્યક બની રહે છે.
સંવેદનશીલતા જ મનુષ્યને મનુષ્ય સાથે જોડે છે વર્તમાનમાં સંવેદનશીલતા ઘટી છે અને પ્રત્યેક બાબતે બૌધ્ધિકતા અને માત્ર તર્કનો અભિગમ અપનાવતાં, આજકાલ મનુષ્ય સંવેદનશીલતા ગુમાવી ચૂક્યો હોય મનુષ્ય-મનુષ્યની સાથે નહી મનુષ્ય. મનુષ્યની સામે પડી ચૂક્યો છે. આથી મનુષ્યતા અનેક રીતે પિડિત બની ચૂકી છે માટે બૌધ્ધિકતા તો ભાવુકતા લાગણી અને સંવેદનશીલતાને જ મનુષ્ય એ આપવી પડશે. બૌધ્ધિક કામનાં અભિગમ દ્વારા સંતાનોને માત્ર બૌધ્ધિક બનાવવાની જરૂરત ભલે હોય પણ ભાવુકતાને તોડવાની જરૂરીયાત અનૂભવાતી નથી જ નથી.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રજા કોરોનામાં ભુંજાય, લોકોની મરણ મૂડી (બેંકોમાં) લૂંટાય!
આ એક પ્રકારનું બ્લેક મેઈલીંગ છે. શસ્ત્રોના કારખાનાઓ બંધ થવા માંડ્યા અને જૈવિક શસ્ત્રોના કારખાના નહિવત મૂડીએ સરકાર પ્રેરિત ઉભા થયા. યુધ્ધક્ષેત્રો મેદાનમાં નહિ, પણ ઘરે ઘરે (કોરોના) વડે ઉંઘમાં જ બંતકો કરી નાંખ્યા. પગારદાર વહિવટીતંત્રને પગારમાં જ રસ છે. વહિવટી તંત્રના ગોટાળા, બેદરકારી, બેપરવાહી છાવરનારા યુનિયનો મજબૂત થતા ગયા. જરાક વાંકુ પડે એટલે સરકારી તંત્રને ઠપ કરી, આર્થિક સ્થિતીને ખોરવી નાંખવી. (સરકારનું નાક દબાવવું)
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.