સુરત: કોરોના(CORONA)ની સારવાર(TREATMENT)માં કારગર રેમડેસિવિર ઈન્જેક્શન (REMDESIVIR INJECTION) દર્દી સુધી પહોંચાડવાની સિસ્ટમમાં ખામીઓને લીધે દર્દીઓના સગાઓને મુશ્કેલી (DIFFICULTY) નડી રહી છે, તે તરફ ઇશારો કરી ચેમ્બર (CHAMBER OF COMMERCE) દ્વારા કલેક્ટરને પત્ર લખી નવી સિવિલ હોસ્પિટલ(CIVIL HOSPITAL)થી જ ખાનગી હોસ્પિટલોને 3009 રેમડેસિવિર ઇન્જેક્શન આરટીપીસીઆર રિપોર્ટની નકલ, દર્દીનાં આધારકાર્ડ અને હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શનના આધારે આપવાની વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે.
ચેમ્બરે લખેલા પત્રમાં કલેક્ટર ડો.ધવલ પટેલને જણાવ્યું છે કે, ગુજરાતમાં ઝાયડસ કેડીલા તેના અમદાવાદ અને વડોદરા ખાતેના ઉત્પાદન એકમમાં પ્રતિદિન 26,600 અને મહિને 8 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત વાપી, દમણ ખાતેનાં ઔદ્યોગિક એકમો પણ આ ઈન્જેક્શનનું ઉત્પાદન કરવાનું સામર્થ્ય ધરાવે છે. આવી સ્થિતિમાં રોજનાં માત્ર 3 હજાર ઈન્જેક્શન (ONLY 3000 INJECTION) નવી સિવિલ હોસ્પિટલ મારફતે ફાળવવાની તંત્રની યોજના અયોગ્ય છે. તેનાથી સુરતના ધંધા-ઉદ્યોગ (INDUSTRY) સાથે જોડાયેલા દર્દીઓના જીવનું જોખમ વધી રહ્યું છે.
ચેમ્બરે કલેક્ટર(DISTRICT COLLECTOR)ને વિનંતી કરી છે કે, ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોને અધિકૃત રેમડેસિવિરના ઉત્પાદક પાસેથી સરકાર દ્વારા નિર્ધારિત ભાવે સીધી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે અને તે શક્ય નહીં હોય તો દરેક ખાનગી હોસ્પિટલોને પોતાની હોસ્પિટલમાં રહેલી બેડની ક્ષમતા મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનનો રિઝવર્ડ જથ્થો મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ચેમ્બરને આ મામલે જુદાં-જુદાં ઔદ્યોગિક એસોસિયેશન તરફથી રજૂઆત થઈ રહી છે. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના બેડ પ્રમાણે ઇન્જેક્શનનો જથ્થો મળવો જોઇએ. ચેમ્બર પહેલાં સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના ચેરમેન શરદ કાપડિયાએ પણ મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવા માંગ કરી હતી.