કોલકાતા: બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમના કેબિનેટમાં ફેરફાર કર્યા છે. કુલ 10 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મમતા સરકારે કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કર્યો છે જ્યારે ટીએમસી પાર્ટીના મંત્રી પાર્થ ચેટરજીના કારણોથી ઘેરાયેલી છે. શિક્ષક કૌભાંડમાં પાર્થ અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીનું નામ સામે આવ્યું છે. બંને હાલ EDની કસ્ટડીમાં છે. EDની કાર્યવાહી બાદ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે મમતા બેનર્જીએ પહેલાથી જ સંકેત આપ્યા હતા કે તેઓ તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરી શકે છે. 2021માં સરકાર બનાવ્યા બાદ મમતાનો આ પહેલો કેબિનેટ ફેરફાર છે.
ગયા વર્ષે ટીએમસીમાં જોડાયા હતા બાબુલ સુપ્રિયો
કેબિનેટ ફેરબદલમાં બાબુલ સુપ્રિયોનું નામ ચોંકાવનારું છે. બાબુલ સુપ્રિયો સપ્ટેમ્બર 2021માં ભારતીય જનતા પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એપ્રિલ 2022 માં, તેઓ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને બંગાળની બાલીગંજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. આ પહેલા બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા સીટ આસનસોલથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ જ તેઓ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.
મમતા બેનર્જીના મંત્રીમંડળમાં કોનું સ્થાન છે?
- બાબુલ સુપ્રિયો
- સ્નેહાસીશ ચક્રવર્તી
- પાર્થ ભૌમિકી
- ઉદયન ગુહા
- પ્રદિબ મજમુદાર
સ્વતંત્ર હવાલો પ્રધાન(MoS)
- બિપ્લબ રોય ચૌધરી
- બિરબાહા હસદા
રાજ્યમંત્રી
- તજમુલ હુસૈન
- સત્યજીત બર્મન
CMએ કહી હતી આ વાત
તાજેતરમાં CM મમતાએ કહ્યું હતું કે અમે બુધવારે કેબિનેટમાં ફેરબદલ કરીશું, જેમાં કેટલાક નવા ચહેરા હશે. સમગ્ર મંત્રાલયને વિસર્જન કરીને નવું બનાવવાની અમારી કોઈ યોજના નથી. હા, ફેરબદલ થશે. અમે મંત્રીઓ સુબ્રત મુખર્જી, સાધન પાંડે ગુમાવ્યા. પાર્થ ચેટર્જી જેલમાં છે તેથી તેના તમામ કામ કરવા પડે છે. મારા માટે એકલા આને હેન્ડલ કરવું શક્ય નથી. Ads by
પાર્થે ચેટર્જીએ ઉભી કરી મુશ્કેલી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ EDએ શિક્ષણ ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતાના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 50 કરોડથી વધુની રોકડ અને સોનું મળી આવ્યું હતું. EDને શંકા છે કે આ પૈસા કૌભાંડમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી TMC બેકફૂટ પર આવી ગઈ હતી, ત્યારબાદ પાર્થને કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમને ટીએમસીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.