યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં શનિવારે મોટી ખામી સામે આવી છે. ટ્રમ્પ તથા તેમના પરિવારજનો જ્યા રાજા માણી રહ્યા હતા,તે પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક પેસેંજર વિમાન ઘૂસી જતાં સેનાને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી.
આ ઘટના તા.5 જુલાઈના રોજ શનિવારે બની હતી, જ્યારે ટ્રમ્પ તથા તેમના પરિવારજનો બેડમિન્સ્ટરમાં રજાઓ માણી રહ્યા હતા. જો કે, આ વિસ્તાર ‘પ્રેસિડેન્ટિયલ TFR’ (Temporary Flight Restriction) હેઠળ આવે છે, જેના અંતર્ગત પેસેંજર વિમાનો માટે પ્રવેશ અટકાવવામાં આવ્યો હોય છે.
NORAD તરફથી તાત્કાલિક કાર્યવાહી:
જેમજ પેસેંજર વિમાન પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં પ્રવેશ્યું તેની માહિતી મળતાજ યુએસ એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) હરકતમાં આવ્યું. NORAD ના ફાઇટર જેટ્સ તાત્કાલિક વિમાન સુધી પહોંચ્યા અને ‘હેડબટ’ ટેક્નિક દ્વારા પાઇલટનું ધ્યાન ખેંચીને તેને તરત જ ત્યાંથી દૂર કરાયું. NORAD મુજબ, વિમાનને રોકવામાં સફળતા મળી હતી અને કોઈ પણ પ્રકારની ઘાતક પરિસ્થિતિ સર્જાઈ નહીં.
દિવસમાં પાંચ વખત TRFનો નિયમનો ભંગ:
આ ઘટના વધુ ગંભીર ત્યારે બની, જ્યારે જાણવામાં આવ્યું કે શનિવારના દિવસે આ પહેલો નહીં, પરંતુ પાંચમો TFR ઉલ્લંઘન હતો. US એરફોર્સે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
US એરફોર્સે ચેતવણી આપી:
યુએસ એરફોર્સે તમામ પાઇલટ્સને FAA દ્વારા જારી કરાયેલ NOTAMs (Notice to Air Missions)નું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ખાસ કરીને બેડમિન્સ્ટર, NJ વિસ્તારને લઈ ખાસ ચેતવણી અપાઈ છે. એરફોર્સે જણાવ્યુ, “NOTAM 1353, 1358, 2246 અને 2247 જેવા સૂચનોનું પાલન અનિવાર્ય છે. સુરક્ષામાં કોઈ પ્રકારની છૂટછાટ માન્ય નથી.”
સુરક્ષા એ જ પ્રાથમિકતા:
આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે દેશના પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે યુએસ સરકારે કેવી કડક તૈયારી રાખી છે. સાથે જ, દરેક પાઇલટ માટે સંદેશ છે કે હવાઈ માર્ગો સંબંધિત સૂચનાઓને અવગણવી એ ગંભીર પરિણામો તરફ લઈ જઈ શકે છે.