મોરબી: મોરબીના (Morbi) ઝુલતા પુલની (Julto bridge) દુર્ઘટના (Accident) મામલે પોલીસ તેમજ તપાસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ (Suspended) કર્યા બાદ હવે ઓરેવા કંપનીના (Oreva Company) માલિક જયસુખ પટેલની (Jaysukh Patel) શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે જયસુખ પટેલનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશ હરિદ્વારમાં (Haridwara) હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જયસુખ પટેલ તેના પરિવાર સાથે હરિદ્વારમાં હોઈ શકે છે. એક અગત્યની બાબત સામે આવી રહી છે કે જયસુખ પટેલનો બંગલો હરિદ્વારમાં પણ છે. ગત રવિવારે ઝુલતા પુલની દુર્ઘટના બન્યા બાદથી જ જયસુખ પટેલ ગાયબ છે, ત્યારે પરિવાર સાથે જયસુખ પટેલ હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે.
મોરબી દુર્ઘટના મામલે નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ
અમદાવાદ: મોરબીના લોકો માટે 30મી ઓક્ટોબર રવિવારનો દિવસ ગોઝારો બન્યો હતો. મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડ્તા 400 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. જેમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મોરબી દુર્ઘટનાને લઈને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગત રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સહિત ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું. હોસ્પિટલોમાં લોકોનું દુ:ખજ આક્રંદ જોવા મળ્યું હતું. ત્યારે આ ઘટના મામલે પોલીસ 9 લોકોને જવાબદાર ગણાવી તેમની સામે ગુનો નોંધ્યો હતો. જો કે ત્યાર બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવાની પરમીશન આપી હતી, તેમણે વધુમાં જણાવ્યું તે નગરપાલિકાનો ઝૂલતો પુલ દે અતિજર્જરિત હતો ત્યારે તે લોકોના વપરાશ માટે બંધ કરવામાં આવ્યો હતો.