National

પુણેમાં મોટો અકસ્માત: ટ્રક વચ્ચે ફસાઈ ગયેલી કારમાં આગ લાગી, 8 લોકોના મોત

પુણેના બાહરી વિસ્તાર નવલે બ્રિજ પાસે ગુરુવારે સાંજે ટ્રકની બ્રેક ફેલ થતાં વીસથી 25 વાહનો અથડાયા હતા. ટ્રક અને કન્ટેનર વચ્ચે ફસાયેલી કારમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકો જીવતા બળી ગયા જ્યારે અન્ય 3ના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

મૃતકોમાં ટ્રક અને કન્ટેનરના ડ્રાઇવરો સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર પુણે-નાશિક હાઇવે પર ભોરગાંવ નજીક આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે કાર કન્ટેનર વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગઈ હતી અને આગ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં આગમાં લપેટાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ થઈ રહી છે. અકસ્માત બાદ લગભગ એક કલાક સુધી હાઇવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને ₹5 લાખની સહાયની જાહેરાત કરી છે.

અકસ્માત પછી સામે આવેલા એક વીડિયોમાં બે ભારે વાહનો વચ્ચે ફસાયેલી એક કાર દેખાય છે જે આગમાં લપેટાયેલી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં અમારી પ્રાથમિકતા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની છે. તેમણે ઉમેર્યું હતું કે ફાયર વિભાગે ઘટનાસ્થળે પાણીના ટેન્કર મોકલ્યા હતા અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

એવું કહેવાય છે કે કાર સતારાથી પુણે આવી રહેલા બે ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી જેના કારણે ટ્રક અને કાર બંનેમાં આગ લાગી હતી. અકસ્માતને કારણે નવલે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. પાછળની ટ્રકનો ડ્રાઈવર હજુ પણ અંદર ફસાઈ ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે આગળના ટ્રક સાથે અથડાઈ હતી. વચ્ચે એક કારમાં 4-5 લોકો સવાર હતા, તે સંપૂર્ણપણે બળી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર પણ ટ્રકની અંદર ફસાઈ ગયો હતો અને આગને કારણે બહાર નીકળી શક્યો ન હતો. તેનું પણ મૃત્યુ થયું હતું. પાછળ એક પેસેન્જર વાહન પણ આગમાં લપેટાઈ ગયું હતું જેમાં 17-18 લોકો સવાર હતા.

Most Popular

To Top