વડોદરા: શહેરના અટલાદરા કેનાલ રોડ પર પ્રથમ રીવેરા ગાર્ડન એન્ડ ફલોરેન્સ પ્રોજેકટના બીલ્ડરે મકાન માલીકો પાસેથી મેઈન્ટેનન્સ પેટે તીસ હજાર રૂિપયા ઉઘરાવ્યા છતાં તે રકમ સોસાયટીમાં જમા નહીં કરાવીને અન્ય સુવિધાઓ પણ નહીં આપત મામલો રેરામાં પહોંચી ગયો હતો. રેરાએ બીલ્ડરને 110 ફલેટના 30 હજાર પેટે 33 લાખ 45 દિવસમાં સોસાયટીમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
શહેરના અટલાદરા કેનાલ રોડ પર જયંત શાંતિલાલ સંઘવીએ પ્રથમ રીવેરા ગાર્ડન અેન્ડ ફલોરેન્સ પ્રોજેકટ મુકયો હતો અને 110 ફલેટ બનાવીને વેચી દીધા હતા. મકાન વેચતી વખતે બીલ્ડરે મેઈન્ટનન્સ પેટે મકાન દીઠ તીસ હજાર લીધાહતા. અને આ મકાન ની રકમ પ્રથમ રીવેરા ગાર્ડન એન્ડ ફલોરેન્સ ટાવર્સ કો.ઓ. હાઉસીંગ સર્વીસ સો.લી.માં જમા કરાવ્યા ન હતા. એટલુ જ નહીં મકાન વેચતી વખતે બ્રોશરમાં જણાવેલી સુિવધા નહીં આપતા મામલો રેરામાં પહોંચી ગયો હતો.
ફરીયાદમાં બીલ્ડર જયંત શાંતીલાલ સંઘવીએ ટાવર જી અને ટાવર એકના ફલેટ ધારકો પાસેથી 33 લાખ અને એક ટાવરના નહીં વેચાયેલ ફલેના 1.80 લાખ મેઈન્ટેનન્સ રૂિપયા જમા કરાવ્યા ન હતા અને સુિવધા આપી ન હતી. રેરામાં ચાલેલી સુનાવણી બાદ રેરા ઓથોરીટીએ પ્રોજેકટના ડેવલપરને 110 ફલેટ માટે દરેક દીઠ તીસ હજાર લેખે 33 લાખ મેઈન્ટેનન્સ ડીપોઝીટ 45 દિવસમાં સોસાયટીમાં જમા કરવા અને બાકી છ ફલેટ જેમ વેચાય તેમ ડીપોઝીટ જમા કરવા જણાવ્યું હતું. સાથોસાથ સીધે જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી તેનું પ્રમાણપત્ર, વુડામાંથી મેળવી ખાળકુવો, સ્ટ્રીટલાઈટ, ગંદા પાણીના નિકાલની સુવિધા, ફાયર િસસ્ટમમાં રહેલી ખામીઓ દુર કરી પ્રમાણપત્ર મેળવી આ કામગીરી ત્રણ મહિનામાં પુરી કરવા રેરા ઓથોરિટીએ જણાવ્યું છે.