વરસાદમાં ખાણીપીણી અને શારીરિક તંદુરસ્તીનું અચૂક ધ્યાન રાખવાની તાતી જરૂરિયાત છે. લોકોને લારી પરથી ખાવાની આદત પડી ગઈ છે. જ્યારે અત્યારે વરસાદમાં કાળજી નહિ રાખતા અચૂક પથારીએ જોવા મળી રહ્યા છે. સતત વરસાદી મોસમ હોવાથી સરકારી હોસ્પિટલોમાં ઓપીડી વધવા પામી છે. મલેરિયા જેવી બીમારીથી લોકો પરેશાન છે. જીવનશૈલીની અનિયમિતતા ના લીધે ઉદભવતા વિકારો જેવા કે મધુમેહ, હદયરોગ, ડાયાબિટીસ હાડકાનાં રોગ કે પછી મેટાબોલિક ડિસઓર્ડર જેવી બીમારીમાં સપડાઈ રહ્યા છે.
શારીરિક માનસિક ક્ષતિઓનો નિવારણ, નિદાન, સારવાર અને સુધારા અથવા ઉપચારની સલાહ લેવી આજના સમયમાં જરૂરી છે. નાની ઉંમરે પણ એટેક જેવી ઘાતકી બીમારી ક્યારે આવી જાય એની કોઈને ખબર નથી.પહેલું સુખ જાતે નર્યા ની કહેવત આજે વર્તમાન માં સાચી પડી રહી છે. વરસાદમાં રોગ માંદગીને ચોક્કસ ઘરથી ભગાડવાની કોશિશ કરવી જોઈએ. વરસાદમાં કારણ વિના બહાર જવું નહિ અને જવું પડે તો ભીંજાઈ નહિ એની કાળજી રાખવી હિતાવહ રહેશે. વરસાદ બંધ થયા પછી રોગચાળો વકરે તો બચાવ જરૂરી છે.
સુરત – કાંતિલાલ માંડોત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.