અનાવલ: મહુવા (Mahuva) પોલીસ (Police) સ્ટાફ પેટ્રોલિંગમાં (Patrolling) હતો. એ દરમિયાન મહુવાના શેખપુર ગામે (Sheikhpur village) રહેતા મહેન્દ્ર ઉર્ફે ડેગો કાંતુ પટેલના ઘર પાછળ આઈસર ટેમ્પોમાંથી દારૂનું કાર્ટિંગ થતું હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી. જે બાતમીના આધારે મહુવા પોલીસે રાત્રે રેડ પાડી હતી. પોલીસની રેડ જોઈ મહેન્દ્ર પટેલ ઉપરાંત ટેમ્પોચાલક, ફોરવ્હીલ ચાલક અને ત્રણ મોટરસાઇકલ ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
દારૂ સાથે 22,29,400નો મુદ્દામાલ ઝડપાયો
મહુવા પોલીસે ઘટના સ્થળે આવી તલાસી લેતાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 4584 બોટલ કિં.રૂ.3,74,400 અને ટેમ્પોની કિંમત રૂ.15 લાખ, કાર કિંમત રૂ.3 લાખ અને ત્રણ બાઇક મળી કુલ 22,29,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર વાહનચાલકો અને મહેન્દ્ર કાંતુ પટેલ(રહે.,શેખપુર)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી મહુવા પીએસઆઈ વિજય સેંગલે હાથ ધરી હતી.