Gujarat

મહીસાગરમાં ધોધમાર વરસાદ વચ્ચે વર-કન્યાએ સાત ફેરા ફરી નવા જીવનની શરૂઆત કરી

કચ્છ: ગુજરાત (Gujarat) પરથી બિપોરજોય વાવાઝોડું (Storm) પસાર થઈ ગયું છે. વાવાઝોડા પછી પણ ધણાં વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં વરસી રહ્યા છે. ત્યારે આ વચ્ચે મહીસાગર (Mahisagar) જિલ્લામાંથી એક એવો વીડિયો (Video) સામે આવ્યો છે જેને જોઈ તમે ચોંકી જશો.

કહેવાય છે કે સાચો પ્રેમ કરનારને કોઈ રોકી ન શકે. આ વીડિયો પણ કંઈક એવું જ કહેવા માગે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ગુજરાત-રાજસ્થાન સરહદીય વિસ્તારમાં વર-કન્યા વાવાઝોડાની આગાહી વચ્ચે અને ભારે વરસાદ વરસ્તો હોય તેવા સમયે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યાં છે. વરસાદની હાજરીમાં આ જોડુ સાત ફેરા લઈ પોતાનું જીવન એકબીજાના નામે કરી રહ્યાં છે. વર કન્યાને આર્શીવાદ આપવા માટે આવેલા કેટલાક લોકો થાંભલાને પકડીને ઉભા છે. તો બીજી તરફ ધોધમાર વરસાદ વરસ્તા એવો અનુભવ થઈ રહ્યો હતો કે લગ્નની ચોરી ઉપરથી તો મંડપ ઉડી જ ગયો છે. આવી પરિસ્થિતિમાં પણ વર-કન્યાએ સાત ફેરા પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.

થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં વરરાજા ઘોડા ગાડી કે લક્ઝરી કાર લઈને નહીં, પરંતુ ઊંટ પર સવાર થઈને પરણવા નીકળ્યા હતા. આવા અનોખા લગ્ન એ પ્રાચીન કાળના લગ્નની યાદ તાજી કરાવી હતી. વરરાજા સાથે જાનૈયા પણ ડાન્સ કરતા જોવા મળ્યાં હતા. ઊંટ પર સવાર વરરાજાને જોઈ લોકો પણ તેને જોતા જ રહી ગયા હતા.

વાવાઝોડા પછી ઉત્તર ગુજરાત સહિત ધણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હતી ત્યારે રવિવારે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાતિવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

Most Popular

To Top