લુણાવાડા: મહીસાગર જિલ્લાનમાં જિલ્લા.-તાલુકા પંચાયત સામાન્યણ ચૂંટણી અન્વયે મહીસાગર જિલ્લાએના જિલ્લાર-તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીના જિલ્લા ચૂંટણી નિરીક્ષકશ્રી જી.પી. બ્રહ્મભટ્ટએ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડના માર્ગદર્શન નીચે મતગણતરીનો મહીસાગર જિલ્લા માં ૦૬ મતગણતરી કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂરી થઇ હતી.
મહીસાગર જિલ્લા માં જિલ્લાપ પંચાયતની ૨૮ બેઠકો અને છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકો માટેની સામાન્યી ચૂંટણીને ધ્યાને લઈ તાલુકાના ૬ મતગણતરી સ્થળોએ ચૂંટણી અધિકારીશ્રીઓની સાથે ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી.
ત્યારબાદ ઈલેકટ્રોનિક વોટીંગ મશીનના મતોની ગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ સવારના ૯-૦૦ કલાકે મતગણતરીનો પ્રારંભ કર્યો હતો. લુણાવાડા જિલ્લામ/તાલુકા પંચાયતની બેઠકો માટે લુણાવાડાના સંતરામપુર રોડ ઉપર આવેલ શ્રી પી.એન.પંડયા આર્ટસ , સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીંગ બુથોના મતોની ગણતરી, આજ રીતે ખાનપુર તાલુકામાં બાકોરની મોડેલ સ્કૂ લ ખાતે પોલીંગ બુથોના મતોની ગણતરી, સંતરામપુર તાલુકામાં સંતરામપુરની આદિવાસી આર્ટસ એન્ડા કોમર્સ કોલેજ ખાતે પોલીંગ બુથોના મતોની ગણતરી, કડાણા તાલુકાની દિવડા કોલોની ખાતેની એકલવ્ય મોડલ સ્કૂીલ ખાતે પોલીંગ બુથોના મતોની ગણતરી, બાલાસિનોર તાલુકાની-બાલાસિનોર ખાતેની શ્રી કરૂણાનિકેતન હાઇસ્કૂબલ ખાતે પોલીંગ બુથોના મતોની ગણતરી અને વિરપુર તાલુકાની લીંમરવાડા રોડ ઉપર કરવામાં આવી હતી.