મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે (mahindra & mahindra ltd) શુક્રવારે વધતા ચીજવસ્તુઓના ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારાના સંકેત આપ્યા છે. અહેવાલ મુજબ મહિન્દ્રાએ તાજેતરમાં જ તેના ઉત્તર અમેરિકન ઓપરેશનમાં નોકરીઓમાં કાપ (Cuts in jobs) મૂક્યો છે અને તે હજી પણ આગળ ચાલુ રાખી શકે છે, કારણ કે મહિન્દ્રા તેનાઑફ-રોડર વાહન રોક્સર (Off-road vehicle Roxor) ને લોંચ (Launch) કરવાની તૈયારી કરી રહી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), ઓટોમોટિવ (Automotive) અને ફાર્મ સેક્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ જેજુરીકરે જણાવ્યું હતું કે અમે જાન્યુઆરીમાં કિંમતોમાં વધારો કર્યો છે અને જ્યાં સુધી વસ્તુઓ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અમે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફરી એકવાર વધારો કરીશું. તેમણે કહ્યું કે “અમે મટિરિયલ કોસ્ટ અને વેલ્યુ એન્જિનિયરિંગ અને ફિક્સ્ડ કોસ્ટ મેનેજ કરીને આવી વૃદ્ધિ ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.”
ગયા મહિને વાહનોના ભાવમાં 1.9% નો વધારો કરાયો
મહિન્દ્રાએ ફક્ત ગયા મહિને જ તાત્કાલિક અસરથી વ્યક્તિગત અને વ્યવસાયિક વાહનોની કિંમતમાં આશરે 1.9% વૃદ્ધિની જાહેરાત કરી હતી. નોર્થ અમેરિકન (North American) કામગીરીમાં નોકરીના કાપ અંગે ટિપ્પણી કરતાં, તેમણે કહ્યું કે માનવશક્તિ મુખ્યત્વે ટ્રેક્ટરના વ્યવસાય સાથે નહીં પરંતુ ડેટ્રોઇટમાં ઉત્પાદન વિકાસ કેન્દ્ર સાથે જોડાયેલી હતી. છટણી કરવામાં આવી હતી કારણ કે કંપનીએ અમેરિકાની પોસ્ટલ સર્વિસીસ સાથેના કરાર માટે બોલી ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું, “આ ટીમ વિકાસના કામો નક્કી કરેલા કોન્સેપ્ટ મુજબ નથી કરી રહી . તેનો ટ્રેક્ટર (Tractor) ના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી.
ઑફ-રોડર રોક્સર ટૂંક સમયમાં લોન્ચ થશે
ઑફ-રોડર રોક્સરના લોંચ પહેલાં ઉત્તર અમેરિકાના એકમ પાસે વધુ જોબમાં કાપ મૂક્યો હતો કે કેમ તે પૂછવામાં આવ્યું. આ અંગે જેજુરીકરે કહ્યું, “અમને નવા રોક્સર મોડેલ માટે હમણાં જ મંજૂરી મળી છે. અમે ફરીથી લોંચ કરવાના અભિગમ પર કામ કરી રહ્યા છીએ. વિગતો ફાઇનલ થઈ નથી પરંતુ અમે હજી વધારે ડિજિટલ (Digital) માટે જઈ શકીએ છીએ અને તેથી થોડીક માનવ શક્તિની સંભાવના છે કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં ખરેખર કોઈ ઉત્પાદન થયું ન હતું. જેજુરીકરે કહ્યું હતું કે નવા રોક્સરને ફરીથી શરૂ થવામાં હજી કેટલાક મહિનાનો સમય લાગશે. અમે લોન્ચિંગ (Launching) માટે યોગ્ય સોર્સિંગ પર કામ કરી રહ્યા છીએ. હમણાં માનવબળની સંખ્યા નક્કી થઈ નથી. “