મહિમા ચૌધરીએ 1997માં ‘પરદેશ’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની પહેલી ફિલ્મથી જ સ્ટાર બની હતી. તે સમયમાં તેના અભિનયની સાથે સાથે સુંદરતાની પણ ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ હવે આ અભિનેત્રી પોતાની દીકરી માટે સમાચારમાં છે. અભિનેત્રીની દીકરી ક્યૂટનેસ અને સુંદરતામાં તેની માતાને જોરદાર સ્પર્ધા આપે છે. તેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મહિમાની દીકરી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે
મહિમા ચૌધરીએ તાજેતરમાં જ તેની દીકરીનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ઉજવણીનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં અભિનેત્રી તેની પ્રિય દીકરી અરિયાના ચૌધરી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. ચાહકો અરિયાનાના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અને તેની સાદગી અને સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા હતા.
અરિયાના બાર્બી ડોલ જેટલી સુંદર છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિમાની દીકરી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અરિયાનાએ સફેદ ટી-શર્ટ પહેરી છે. ખુલ્લા વાંકડિયા વાળ, મિલિયન ડોલરનું સ્મિત અને મોટી આંખો સાથે અરિયાનાએ બધાને દિવાના બનાવી દીધા છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો હવે શનાયા કપૂર અને રાશા થડાનીને ભૂલી ગયા છે.
યુઝર્સે આવી કોમેન્ટ્સ કરી હતી
માહિમાએ બે દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો. જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘તે બિલકુલ તમારા જેવી છે’, બીજાએ લખ્યું, ‘તે ઢીંગલી જેટલી સુંદર છે.’ ત્રીજાએ લખ્યું, ‘મા અને દીકરી બંને ખૂબ જ સુંદર છે..’ એક યુઝરે તેમની તુલના સેલેના ગોમેઝ સાથે પણ કરી છે. તમને જણાવી દઈએ કે અરિયાના ચૌધરી તાજેતરમાં 18 વર્ષની થઈ છે.