નડિયાદ: ખેડા સ્થાનિક ગુના શાેધક શાખાની ટીમે બાતમી આધારે મહેમદાવાદની ખાત્રજ ચાેકડી પર દરાેડાે પાડી હર્બલ પ્રાેડક્ટના આડમાં નશાયુક્ત પીણાની બાેટલાે વેચવાના વેપલાનાે પર્દાફાશ કર્યાે હતાે. આ દરાેડામાં પાેલીસે અલગ-અલગ બ્રાન્ડની રૂા. 22.74 લાખની બાેટલાે કબ્જે કરી વેપારીને ધરપકડ કરી હતી. મહેમદાવાદની ખાત્રજ ચાેકડી પાસે જીભઈપુરા રાેડ ઉપર આવેલી જયશ્રી ક્રીષ્ના પાર્લર નામની દુકાન આવેલી છે.
આ દુકાનના માલિક રવિન્દ્ર અરવિંદ સાેલંકી દુકાન તેમજ ઘરમાં હર્બલ પ્રાેડક્ટના આેથા હેઠળ નશાયુક્ત પીણાની બાેટલ રાખી આસપાસના િવસ્તારમાં વેચાણ કરતાે હાેવાની બાતમી ખેડા સ્થાનિક ગુના શાેધક શાખાને મળી હતી. આથી એલસીબીએ ટીમ બનાવી પ્રથમ રવિન્દ્રની અટક કરી તેને સાથે રાખી દુકાનમાં તેમજ ઘરમાં તપાસ કરી હતી. જેમાં અલગ-અલગ બ્રાન્ડની નશાયુક્ત પીણાની પ્લાસ્ટીકની કુલ 15,385 બાેટલ કિંમત રૂપિયા 22, 74,693ની મળી હતી. આ અંગે પુછપરછ કરાતા રવિન્દ્ર કાેઈ બીલ કે કાેઈપણ જાતની પાસ પરમીટ રજુ કરી શક્યાે ન હતાે. આથી પાેલીસે તપાસ અર્થે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.