નવી દિલ્હી: 30 જાન્યુઆરીનો દિવસ ભારત (India) માટે કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવનાર એવા મહાત્મા ગાંધીજીને દર વર્ષે સમગ્ર દેશ યાદ કરે છે. લોકો મહાત્મા ગાંધીને તેમની 75મી પુણ્યતિથિ પર યાદ કરી રહ્યા છે. પીએમ (PM) મોદી સહિત દેશના તમામ નેતાઓએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યા છે, પરંતુ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આજે કંઈક આવી પોસ્ટ કરી છે, જેના પછી લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેમજ ધણાં લોકો તો તેને મંદબુદ્ધિ પણ કહી રહ્યાં છે.
- ધણાં લોકો તો સ્વરાને મંદબુદ્ધિ પણ કહી રહ્યાં છે
- સ્વરા ભાસ્કરે ટ્વિટ કરતી વખતે પુણ્યતિથિને ગાંધી જયંતિ લખી હતી
- આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે 30 જાન્યુઆરીને કાળા દિવસ તરીકે નોંધવામાં આવે છે
જણાવી દઈએ કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ગાંધીજી, અમે શરમ અનુભવીએ છીએ, તમારા હત્યારા આજે પણ જીવતા છે. જો કે સ્વરા ભાસ્કરે ટ્વિટ કરતી વખતે પુણ્યતિથિને ગાંધી જયંતિ લખી હતી, જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ અભિનેત્રીએ થોડા સમય પછી ટ્વિટને ડિલીટ કરીને તેને સુધારી દીધું હતું. તેની આ પોસ્ટ ઉપર એક યુઝરે કહ્યું, ગાંધીજી અમને શરમ આવે છે. પુણ્યતિથિના દિવસે જન્મજયંતિ બનાવનારાઓ હજી જીવે છે. સામાન્ય જ્ઞાન જેવું કંઈક આ લોકોમાં છે કે નહિં.
જણાવી દઈએ કે આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરીને કાળા દિવસ તરીકે નોંધવામાં આવે છે. આ દિવસે 1948માં નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. મહાત્મા ગાંધીની યાદમાં, ભારત તેમની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવે છે.