National

કલકત્તામાં દુર્ગા પંડાલમાં મહિષાસુરની જગ્યાએ મહાત્મા ગાંધીને બતાવવામાં આવતા વિવાદ

નવી દિલ્હી: અખિલ ભારતીય હિંદુ મહાસભાએ પશ્ચિમ બંગાળ(West Bangla)ના કોલકાતા(Kolkata)માં દુર્ગા પૂજા(Durga Puja) પંડાલનું આયોજન કર્યું હતું, જેમાં તેણે દુર્ગાના પગ પાસે પડેલા અસુર મહિષાસુરને બદલે મહાત્મા ગાંધી)Mahatma Gandhi)ને દર્શાવ્યા હતા. આ અંગે હવે હિન્દુ મહાસભા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે ગાંધીજીની મૂર્તિને હટાવીને હવે ફરીથી તેની જગ્યાએ અસુરની મૂર્તિ મૂકવામાં આવી છે. આ મામલાએ જોર પકડતાં જ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ટીએમસી, કોંગ્રેસ સીપીઆઈએમ તેમજ ભાજપે તેનો વિરોધ વ્યક્ત કર્યો છે.

  • કલકત્તા દુર્ગા પંડાલમાં અસુરની જગ્યાએ મહાત્મા ગાંધીને બતાવાયા
  • હિન્દુ મહાસભા સામે કાર્યવાહી કરવામાં આવશે
  • આ માત્ર એક સંયોગ હતો: હિંદુ મહાસભાના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ
  • ભાજપે પણ કાર્યવાહી કરવાની માંગ કરી
  • વિવાદ શરુ થતા ફરી અસુરની મૂર્તિ મુકવામાં આવી

આ પૂજાના આયોજક અને હિંદુ મહાસભાના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રચુડ ગોસ્વામીનો દાવો છે કે મહાત્મા ગાંધીને અસુર તરીકે દર્શાવવામાં આવ્યા નથી. તે માત્ર એક સંયોગ હતો. આ પૂજાનું આયોજન મહાસભાએ પ્રથમ વખત કર્યું છે. તેમણે કહ્યું, “એ વાત સાચી છે કે અસુરનો ચહેરો ગાંધીજી સાથે મળતો આવે છે, પરંતુ ગાંધીજીને અસુર તરીકે દર્શાવવામાં આવ્યા ન હતા. તે માત્ર એક સંયોગ હતો. પરંતુ અમે મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા માનતા નથી. અમે નેતાજીનું સન્માન.” આયોજકોનો દાવો છે કે વધુ પડતા દબાણને કારણે મૂર્તિનો ચહેરો બદલવામાં આવ્યો છે અને આ બધું પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો
બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ સમગ્ર મામલે કહ્યું કે તે ભાજપનો અસલી ચહેરો છે. ટીએમસીના બંગાળના મહાસચિવ કુનન ઘોષે આ સમગ્ર મામલે કહ્યું કે આ ભાજપનો અસલી ચહેરો છે, બીજુ જે કંઈ કરે છે તે માત્ર દેખાડો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે, વિશ્વ ગાંધી અને તેમના વિચારોનું સન્માન કરે છે. ગાંધીજીનું અપમાન કોઈ પણ ભોગે સ્વીકાર્ય નથી. અમે આનો સખત વિરોધ કરીએ છીએ.

ભાજપે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે
ભાજપે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આયોજકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. બીજેપી પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ આના પર કહ્યું, “અમે આવી બાબતોનું બિલકુલ સમર્થન કરતા નથી. આવી બાબતો ચોક્કસપણે સ્વીકારી શકાતી નથી. વહીવટીતંત્રે આયોજકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Most Popular

To Top