વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્યસૂત્રધાર સંજય પરમાર રિમાન્ડ પર છે. જ્યારે સંજયને જમીનનો દસ્વાતેજ કરી આપનાર સ્વ.મહિજી રાઠોડની પત્ની શાંતાબેન રાઠોડની ધરપકડ કરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાકી રહેલા પ્લોટોના દસ્વાવેજ કરનાર લોકો સહિત કોર્પોરેશન, સિટી સર્વે અને બેન્કના કર્મીઓ મળી 20 જેટલા લોકોને નિવેદને લેવાયા હતા. બેન્ક ડિટેઇલ્સ કઢાવતા સંજય પ્લોટોના ગ્રાહકો પાસેથી 1.61 કરોડ મેળવી સગેવગે કર્યાની વિગતો બહાર આવી છે.
દંતેશ્વર સર્વે નંબરવાળી વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની જમીન પર મહાઠગ સંજય પરમારે તેની પત્ની લક્ષ્મીબેન અને શાંતાબેન રાઠોડ સાથે મળીને ખોટા દસ્તાવેજો, રજાચિઠ્ઠી, સિટી સર્વેમાં ખોટી એન્ટ્રીઓ પડાવી પચાવી પાડી હતી. જેમાં મહાઠગે કાનનવીલા-1અને કાનનવીલા-2 નામની બે ગેરકાયેદ સાઇટ ઉભી કરીને તેમાં 57 સબ પ્લોટ પાડી 27ના દસ્તાવેજ પણ કરી વેચાણ કરી નાખ્યા હતા. જેમાં કલેક્ટર કેચરીની લેન્ડ ગ્રેબિંગ કમિટીની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચમાં સંજય પરમાર સહિત 3 સામે લેન્ડ ગ્રેબિંગનો દાખલ કરી દંપતીની ધરપકડ કરીને સંજયના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
જ્યારે આરોપી શાંતાબેન ઉર્ફે ગજરાબેન બચુભાઇ રાઠોડ (ઉં.વ. 70)ની ધરપકડ કરાઇ છે. જેમાં મંગળવારે ક્રાઇમ બ્રાન્ચે સંજયપરમારે પાડેલા કાનનવીલા-1 અને 2ના પ્લોટોની સ્કીમમાં પ્લોટ ખરીદનાર પૈકી જે લોકોના લેવા બાકી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમાં ગ્રાહકોએ આરોપીએ પ્લોટો વેચી રૂા. 1.61 કરોડની જંગી રકમ મેળવી લીધી હતી. સંજય પરમાર અને શાંતાબેનના સંયુક્ત ખાતામાં આ રકમની એ્ન્ટ્રી પડી હોવાની વિગતો પ્રકાશ આવી છે. વીએમસી ટીપી વિભાગનું સર્વે નં.541નું ફોર્મની આગળની તપાસ કરતા મૂળ એફ ફોર્મ રેકર્ડમાં જમીન કલેકટરના નામે ચાલે છે અ્ને મૂળ રેકર્ડમાં ક્યાંય પણ ખેડૂત મહીજીભાઇ ઝીણાભાઇનું નામ નથી. જેથી આરોપી પાસેથી કબજે કરેલનું એફ ફોર્મ ખોટુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જમીનનું ટાઇટલ ક્લીયર સર્ટી આપનાર વકીલ સહિત બેન્ક કર્મીની પૂછપરછ કરાઇ છે.
ટીપી ફોર્મ ખોટું બનાવવામાં કેટલા કર્મીઓની સંડોવણી છે તેની તપાસ ચાલુ
ટીપી વિભાગનું સર્વે નં.541નું એફ ફોર્મ ખોટું બનાવવામાં જે વિભાગના કર્મીઓ્નું સંડોવણી છે કે નહી તે તેની તપાસ હાથ ધરાઇ છે. જ્યારે સિટી સર્વેમાં કરોડો રૂપિયાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં ખેડૂત મહીજીભાઇ રાઠોનું નામ દાખલ કરવા ખોટું ટીપી ફોર્મ રજૂ કરાયાન વિગતો બહાર આવતા જે અંગેનો પરીપત્ર સિટી સર્વે વિભાગ તરફથી રજૂ કરાતા તેની તપાસ પણ ચાલુ છે.
સંજય પરમારે પ્લોટોના રૂપિયા સવેવગે કર્યા
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેન્ક મેનેજરની પૂછપરછ કરતા આરોપી સંજય પરમારે પ્લોટોના રૂપિયા સગેવગે કર્યાની વિગતો તથા એકાઉન્ટ ઓપનિંગના પત્ર વ્યવહારની વિગતોમાં પોતાના મકાનનું સરનામુ લખાવ્યું છે અને બેન્કના મેસેજ તથા અન્ય કાર્યવાહી માટે આરોપીએ પોતાના મોબાઇલ નંબર બેન્કમાં આપ્યો છે તેણે બેન્કમાંથી ચેકથી ઉપાડેલા રૂપિયાની એન્ટ્રી બતાવે છે. ત્યારે સંજય પરમાર અને શાંતાબેન રાઠોડનું બેન્ક એકાઉન્ટ ઓપન કરનાર કર્મચારીઓની પૂછપરછ કરાઇ છે.