Gujarat

‘વિપુલ ચૌધરી જે તરફ ઈશારો કરશે ત્યાં મતદાન કરશું’, મહાસંમેલનમાં અર્બુદા સેનાનો હુંકાર

મહેસાણા: દૂધસાગર ડેરીમાં 800 કરોડનાં કૌભાંડ મામલે પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. જે બાદ વિરોધ(Protest) ઉભો થયો છે. અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને તેનો ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીસનગર તાલુકાના બાસણા ગામે તેમની ધરપકડના વિરોધમાં સદભાવના યજ્ઞ અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજનાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકો ટ્રેક્ટરો, ગાડી, લક્ઝરી લઈને ગામેગામથી સંમેલનમાં આવ્યા હતા. સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેર હાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી.

સદભાવના યજ્ઞની શરૂઆત
અર્બુદા સેના સૈનિક ભરતભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, “વિપુલ ચૌધરી જે તરફ ઈશારો કરશે તે અમે મતદાન કરીશું. આવી જાઓ મેદાને કે અર્બુદા સેના તમારી સામે છે, કબડ્ડીનો પાટો ઓળંગવા નહિ દઈએ”. અર્બુદા ધામ બાસણા ખાતે અર્બુદા માતાના મંદિરમાં સદભાવના યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અર્બુદા સેનાનું સંગઠન જળવાઈ રહે અને સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી ધરપકડમાંથી મુક્ત થાય એ માટે હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એમાં સવારથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે. મહા સંમેલનમાં લોકોની ભીડ જોઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમને ભગતસિંહ બનવા મજબુર ન કરો: રાજુભાઈ ચૌધરી
અર્બુદા સેના જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મે ભગતસિંહ નથી બનવા માંગતા. અમારા સમાજના નેતાને તમે જેલમાં પૂરી અમને ભગતસિંહ બનવા મજબુર ના કરો તો સારી વાત છે. અમારી એક જ માગ છે કે વિપુલભાઈ ચૌધરીને કોઈપણ ભોગે મુક્ત કરાવવા છે. જૂના કેસો ખોટા ખોલી 15થી 17 વર્ષ પહેલાં આ ખોટા કેસો થયા ન હતા, ઊભા કર્યા છે. આજની સરકારને હું કહું છું કે વિપુલભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં હતા, ત્યારે 2017ની ચુંટણીમાં ચૌધરી સમાજના લોકોએ 90 ટકાથી વધારે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે. સમાજને સંગઠિત કરવાના ભાગરૂપે 9 મહિના પહેલા અમારા સમાજના આન, બાન, શાન અને પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધ સાગર ડેરી ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ આંજણા ચૌધરી સમાજના સંગઠનની રચના કરી હતી. સમાજના નેતા વિપુલભાઈ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા જિલ્લાની આજે 15 હજારથી વધુ મહિલાઓ તથા ભાઈઓ ઉપસ્થિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક જ લક્ષ્ય છે કે અતમે 15થી 17 વર્ષ સુધી ક્યાં ઊંઘી ગયા હતા એવા વેધક સવાલો કરીને તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

Most Popular

To Top