National

કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર સમૃદ્ધિ હાઇવે પર ડમ્પર પલ્ટી જતા 12 મજૂરોના મોત

મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સમૃદ્ધિ હાઇવે (samruddhi high way) પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, સવારે 11 વાગ્યાની આસપાસ મજૂરો એક વાહનમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન ડ્રાઈવરે તેનું સંતુલન ગુમાવ્યું અને મીની ટ્રક પલટી ગઈ હતી.

આ દુર્ઘટના (accident)માં 12 મજૂરોના મોત થયા હતા. કેટલાક લોકોને નજીકની હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર (driver)ની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. મોટાભાગના મૃતકો યુપી અને બિહારના કામદારો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનમાં 16 લોકો હતા , તેમણે ઉમેર્યું હતું કે અકસ્માત દુસરબીડ ગામ નજીક તાડેગાંવ ફાટે ખાતે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. વાહનમાં કુલ 16 મજૂરો હતા. આ ટ્રક હાઇવે માટે સ્ટીલનું પરિવહન કરતો હતો. 

બુલઢાણા એસપી અરવિંદ ચાવરીયાએ જણાવ્યું હતું કે વાહન ખુબ જ ઝડપે જઈ રહ્યું હતું અને રસ્તા પર મોટા ખાડાને કારણે પલટી ગયું હતું. આ દુર્ઘટનામાં 12 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય ઘાયલ થયા છે. માહિતી મળતા જ કિંગોન રાજા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું. કેટલાક ઘાયલોને બાજુના જાલના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને સિંધખેડરાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વરસાદને કારણે લોખંડના સળિયાથી ભરેલું વાહન પલટી ગયું

મળતી માહિતી મુજબ લોખંડના સળિયાથી ભરેલું વાહન મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પલટી ગયું, જેમાં 12 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન 2 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. દુ:ખદાયક અકસ્માતમાં ઘાયલ મજૂરોની હાલત અત્યંત નાજુક છે. સિંધખેરાજાના તાધેગાંવ નજીક સમૃદ્ધિ હાઇવે પર ડમ્પરમાં લોખંડના સળિયા ભરેલા હતા. લોખંડથી ભરેલ આ ડમ્પર વરસાદને કારણે અનિયંત્રિત રીતે પલટી ગઈ હતી, ત્યારબાદ આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ અકસ્માતના સ્થળે વરસાદને કારણે રસ્તો લપસણો હતો. 

ડમ્પર રસ્તા પરથી સરકી ગયુ અને દૂરના ખેતરમાં પલટી ખાય ગયું, જેની નીચે કામદારો દટાયા. જો કે ડમ્પર સંપૂર્ણપણે લોખંડના સળિયાથી ભરેલુ હતું.

Most Popular

To Top