સુરત: મુંબઈ અને મહારાષ્ટ્રના (Maharashtra) અલગ અલગ સ્થળથી ઇકો કાર અને બોલેરો પીકઅપ (Bolero pickup) વાનની ચોરી કરતી ગેંગ (Gang) સસ્તા ભાવે આ વાહનો જેને વેચતા હતા. તે બંને આરોપીની ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ધરપકડ (Arrest) કરી હતી. અને તેમની પાસેથી 4 બોલેરો અને એક ઇકો કાર કબજે લીધી હતી. આરોપીઓ ચોરી કરેલી બોલેરો પીક અપ તેમજ ઈકો કાર સસ્તા ભાવે ખરીદી નંબર પ્લેટ કાઢી પોતાના સસ્તા અનાજના ધંધા અર્થે હેરા-ફેરીમાં ઉપયોગ કરતા હતા.ક્રાઈમ બ્રાંચની ટીમને છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતી ગેંગની માહિતી મળી હતી. આ ગેંગ ચોરીના આ વાહનો શહેરમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા. આજ-રોજ સારોલી બ્રિજ નીચે ચોરી કરેલી બોલેરો પીક-અપ સાથે કીશન ખટીક તેમજ ચંદ્રેશ ખટીક ઉભા હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી.
બાતમીના આધારે રેઈડ કરતા કીશનલાલ ઉદયલાલ ખટીક તથા ચંદ્રેશકુમાર ઉદયલાલ ખટીક ની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હસન ચાચા નામનો વ્યક્તિ ગેરેજમાં વેલ્ડિંગનુ કામ કરે છે. બંને આરોપીઓ તેના ગેરેજમાં ફોર-વ્હિલર કાર રીપેરિંગ કરવા અવાર નવાર જાય છે.
છેલ્લી રાત્રે પોલીસને પસીનો છોડાવ્યો
નવરાત્રિના ઉત્સવની ઉજવણી દરમિયાન મોડી રાત સુધી લોકો ખાણીપીણીની લારી અને દુકાનો પર ચા-નાસ્તા કરવા ઉમટતા જોવા મળ્યા હતા. ત્યારે છેલ્લી રાત્રે તો જાણે લોકોની આંખોમાંથી ઊંઘ જ ગાયબ થઈ ગઈ હતી. આખા શહેરમાં ઠેરઠેર સવારે 4 વાગ્યા સુધી લોકોના ટોળા જોવા મળ્યા હતા. જેના પગલે સુરત પોલીસની મહેનત વધી ગઈ હતી. આખી રાત પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને ઘરે જવા વિનંતીઓ કરવી પડી હતી. ત્યારે કેટલાંક ઠેકાણે પોલીસ સાથે દાદાગીરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી છે.
યુવકને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો
દરમિયાન યુવકે પોતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એલ.આર. તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી. અને કહ્યું હતું કે આ હોટલ મારા મિત્ર આનંદભાઈની છે, કેમ બંધ કરાવો છો? એવું કહી દમદાટી આપવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કોન્સ્ટેબલ કિશન વાલજીએ યુવક પાસે પોલીસનું આઈડી કાર્ડ માંગતા યુવક તે આપી શક્યો નહોતો. તપાસ કરતા યુવક પોલીસ ખાતામાં નોકરી નહીં કરતો હોવાનું બહાર આવ્યું હતો. તે પીધેલો પણ હતો અને સરકારી ફરજમાં રૂકાવટ સાથે સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી. તેથી તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બાદમાં પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ અજય સુખારામ પાટીલ (ઉં.વ. 25 રહે, 165, સાંઈબાબા સોસાયટી, પાંડેસરા, સુરત) જણાવ્યું હતું. તે આઉટ સોર્સના ડ્રાઈવર તરીકે બદલી પાસમાં જતો હોવાનું જાણવા મળ્યું છે. આમ ડ્રાઈવર હોવા છતાં પોલીસ તરીકે ઓળખ આપી દમદાટી કરનાર યુવકને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.