National

મહારાષ્ટ્રમાં કાળજુ કંપાવનારી ઘટના, દિવસમાં કૂવામાં કામ, આખી રાત પગમાં બેડીઓ

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) ઉસ્માનાબાદમાં (Osmanabad) 11 લોકોને બંધક બનાવાની ઘટના સામે આવી છે. કામ કરવાના બહાને એક એજન્ટે લગભગ 11 લોકોને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના તહસીલના વખારવાડી ગામમાં મોકલ્યા હતા. જ્યાં તેમને બંધક બનાવી કૂવામાં (the well) કામ કરાવવામાં આવતું હતું. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં આ મજુરો અલગ-અલગ શહેર કે રાજ્યામાંથી આવ્યા હતા. જેમાં કોઈ ઘરેથી ઝધડો કરીને આવ્યું હતું તો કોઈ ઘરેથી ભાગીને આવ્યું હતું. જોકે પોલીસે આ લોકોને બચાવી લીધા છે અને તેમના પરિવાર જનોને પણ જાણ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રના એક એજન્ટે લગભગ 11 લોકોને કામના બહાને ઉસ્માનાબાદ જિલ્લામાં મોકલ્યા હતા. ત્યાં તે લોકોને એક ઢાબા પર દારૂ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે લોકોને ઉસ્માનાબાદ તહસીલના વખારવાડી ગામમાં કૂવામાં કામ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તે લોકોને બંધક બનાવી દિવસના 12 થી 14 કલાક પાણીમાં કામ કરાવામાં આવતું હતું. આટલો સમય પાણીમાં કામ કરવાના લીધે તે લોકોના પગ પણ સડી ગયા હતા. પરંતુ બંધક બનાવનારને તે લોકો પર જરાય દયા આવી ન હતી.

સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 7 વાગ્યા સુધી કૂવામાં કામ કરાવવામાં આવતું
મળતી મહિતી મુજબ તે લોકોને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 7 વાગ્યા સુધી કૂવામાં કામ કરાવવામાં આવતું હતું. પછી તે લોકોને ખાવાનું આપવામાં આવતું હતું. આ મજુરો ભાગી ન જાય તે માટે તેમના પગે સાંકળ બાંધવામાં આવતી હતી. આ મજુરોમાંથી એક મજુર ભાગવામાં સફળ રહ્યો હતો. તે મજુરે ભાગીને સમંગ્ર ઘટના તેમના પરિવારને જણાવી હતી. ત્યાર પછી તેમના પરિવારે ડોકી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. જોકે આ ઘટના સાંભળ્યા પછી પોલીસે પણ થોડીવાર માની ન હતી. પરંતુ વિંનતી કર્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને તમામ મજુરોને બચાવ્યા હતા. પોલીસે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોન્ટ્રાક્ટર કૃષ્ણ બાલુ શિંદે, સંતોષ શિવાજી જાધવ અને અન્ય બે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એસપી અતુલ કુલકર્ણીના માર્ગદર્શન હેઠળની એક ટીમે આ લોકોને બચાવી લીધા હતા. જગદીશ રાઉતે વધુમાં જણાવ્યું હતું કે મજૂરોએ અમને કહ્યું હતું કે અન્ય જગ્યાએ 6 મજૂરોને બંધક બનાવવામાં આવ્યા છે. જે બાદ પછી ટીમે તે જગ્યાએ જઈને 6 મજૂરોને બચાવ્યા હતા.

કામની લાલચ આપી ઓટોમાં બેસાડ્યા હતા અને દારૂની વ્યવસ્થા કરી
અમોલ નિમ્લાકર નામના મજુરે જણાવ્યું હતું કે તે પરિવાર સાથે ઝધડો કર્યા પછી અહમદનગર આવી રેલવે સ્ટેશન પર બેઠો હતો. ત્યાં એક એજન્ટે તેને અન્ય લોકોને કામની લાલચ આપી ઓટોમાં બેસાડ્યા હતા અને તેમના માટે દારૂની વ્યવસ્થા કરી હતી. તે લોકોને નશામાં ધૂત કર્યા પછી જંગલમાં એક ઢાબા પાસે મૂકી ગયો હતો. જે બાદ કોન્ટ્રાક્ટરના વાહનો તે લોકોને લઈ ગયા હતા જેમાં 6 લોકોને અલગ જગ્યાએ લઈ ગયા હતા. મજુરે વધુ જણાવ્યું હતું કે અમને સાંકળો બાંધી દેવામાં આવ્યા હતા. અમે તેને કારણ પૂછ્યું તો અમને માર મારવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તે લોકોએ અમારા પાસેથી મોબાઈલ અને પૈસા લઈ લીધા હતા. તે લોકોએ અમને સવારે 6 વાગે ઉઠાડી કૂવામાં કામ માટે છોડી દીધા અને 10:00 વાગ્યે અમને ખાવાનું આપ્યું. પછી તરત જ કૂવામાં ઉતર્યા અને રાત્રી સુધી કામ કરાવ્યું હતું. મજૂરે વધું કહ્યું કે જો કામમાં કોઈ ભૂલ થઈ હોત તો અમને તે લોકો મારતા હતા. જોકે હાલ તમામને બચાવી લેવામાં આવ્યા છે.

Most Popular

To Top