National

મહારાષ્ટ્ર સરકારની મોટી કાર્યવાહી, સરકારના સમર્થનમાં થયેલી ટ્વિટની તપાસનો આદેશ

મુંબઇ (Mumbai): સપ્ટેમ્બર મહિનામાં સંંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓના (Farm Bills 2020) વિરોધમાં હવે છેલ્લા 70થી પણ વધુ દિવસોથી દેશના છથી વધુ રાજ્યોના લાખો ખેડૂતો દિલ્હી બોર્ડર પર દેખાવો અને આંદોલનો (Farmers’ Protest) કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર રિહાના (Rihana) અને ત્યારબાદ 15 વર્ષની પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) કૃષિ આંદલનનો મુદ્દો ઉછાળ્યા બાદ દેશમાં અલગ વિવાદ શરૂ થયો છે.

એક જૂથના લોકોનું માનવું છે કે આ આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ભારતના મામલે દખલ કરવી જોઇએ નહીં, જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે તેમને આ મુદ્દે બોલવાનો પૂરો હક છે. રિહાનાના ટ્વીટ પછી ટ્વિટર પર માહોલ ગરમ થતા દેશની કેટલીક ટોચની હસ્તીઓએ #IndiaTogether અને #IndiaAgainstPropagandaના હેશટેગથી ટ્વિટ કર્યા હતા. આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Maharashtra Home Minister Anil Deshmukh) એક વિશાળ નિવેદન આપ્યું છે.

અનિલ દેશમુખે કહ્યું કે સચિન તેંડુલકર (Sachin Tendulkar), લતા મંગેશકર (Lata Mangeshkar), સુનીલ શેટ્ટી (Suniel Shetty), વિરાટ કોહલી (Virat Kohli), અક્ષય કુમાર (Akshay Kuma) અને અન્ય જેવા હસ્તીઓના ટ્વીટ્સની તપાસ કરવામાં આવશે કે તે મોદી સરકારના દબાણ હેઠળ કરવામાં આવ્યું હતું અને શું આ સેલિબ્રિટીઓ ફક્ત કેન્દ્રને ટેકો આપવા માગે છે કે કેમ? અનિલ દેશમુખના કહેવા મુજબ તેમના ટ્વીટમાં ઘણી સમાનતાઓ છે જે સૂચવે છે કે આ ટ્વીટ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા. તેથી તેમના ટ્વીટ્સની તપાસ રાજ્ય ગુપ્તચર એજન્સી દ્વારા કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ દ્વારા આ અંગે કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.

વિરાટ કોહલી અને લતા મંગેશકર દ્વારા કરેલા ટ્વિટ્સમાં સામાન્ય શબ્દ ‘એમિકેબલ’ છે અને તેથી તે સંકેત આપે છે કે આ ટ્વીટ સામાન્ય પ્રતિક્રિયા નહોતી, પણ એક પ્લાનનો હિસ્સો છે. અભિનેતા સુનીલ શેટ્ટીએ તો ભાજપના નેતા હિતેશ જૈનને પણ પોતાના ટ્વિટમાં ટેગ કર્યા છે જે શંકા ઉપજાવે છે. મોદી સરકારને સમર્થન આપતા અક્ષય કુમાર અને સાયના નેહવાલનું ટ્વીટ એક સરખા છે. તમામ હસ્તીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હેશટેગ્સ સમાન છે – #IndiaTogether અને #IndiaAgainstPropaganda.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને ફરિયાદી સચિન સાવંતે કહ્યું કે, સચિન તેંડુલકર અથવા લતા મંગેશકર જેવા સ્ટાર્સે ક્યારેય કોઈના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું ન હતું પણ અચાનક સરકારના સમર્થનમાં ટ્વીટ કરવાનું કર્યુ છે. તેથી અમે તેમની સામે ફરિયાદ નોંધી છે અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસના આદેશ આપ્યા છે. અમે કોઈની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા નથી પરંતુ ટ્વીટ્સની પેટર્ન દર્શાવે છે કે મોદી સરકારે આ હસ્તીઓ ઉપર દબાણ કર્યુ હતું. “.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top