National

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ કોશ્યારીને સરકારી વિમાનમાંથી ઉતારી દીધાં, ટિકિટ લઈ બીજા વિમાનમાં બેઠા

મુંબઇ (Mumbai): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો થશે એવું ભાસી રહ્યુ છે. અને વિવાદની શરૂઆત ઉદ્ધવ ઠાકરેએ કરી હોય એવુ લાગે છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારના રોજ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદૂન જવા રાજ્ય સરકારનું VVIP પ્લેન આપવાની ના પાડી દીધી છે. ગુરૂવારે ઉત્તરાખંડ જવા મુંબઇ એરપોર્ટ પહોંચેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પાયલેટે ના પાડી દીધી હતી. આ મનાઇ ઉદ્ધવ ઠાકરેના ઇશારે થઇ છે. છેલ્લી ઘડીએ સરકારી પ્લેનમાં મુસાફરી ન કરી શકનાર ભગત કોશ્યારી પાછળથી પોતાની મેળે સાદા પ્લેનમાં ટિકીટ બૂક કરાવી દહેરાદૂન જવા રવાના થયા હતા.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ઉત્તરાખંડની મુલાકાતે હતા. તે સમયે તેઓ સરકારી વિમાનમાં બેઠા. જોકે જાણવા મળ્યું છે કે ઠાકરે સરકારે રાજ્યપાલની મુસાફરીને મંજૂરી આપી ન હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યપાલ કોશ્યારીને વિમાનમાં સવાર થયા પછી ખબર પડી કે તેમને આ પ્લેન વાપરવાની મંજૂરી નથી.

આ આખી ઘટના પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના ઘણા નેતાઓએ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી છે. ભાજપ નેતા પ્રવીણ દારેકરે કહ્યું, ‘આ રીતે બદલો લેવું એ વધારે પડતુ છે. મેં આવી વેરભાવવાળી સરકાર કદી જોઇ નથી. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, તેમનું ગૌરવ જાળવવું જ જોઇએ. ઠાકરે સરકારે રિવાજો અને પરંપરાઓ પર પ્રહાર કર્યા છે. ‘.

કોણ કોને ‘હિન્દુત્વ’ની વ્યાખ્યા શીખવાડશે?

ઉદ્ધવ સરકાર ઘણા સમયથી રાજ્યપાલ સાથે બાથ ભીડી રહી છે. આ મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે ટ્વિટર વૉર બાદ અભિનેત્રી કંગના રનૌત જ્યારે મુંબઇ પહોંચી ત્યારે તે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા ગઇ, જેમણે કંગનાને સારો સહકાર આપ્યો હતો. ત્યારપછી રાજ્યમાં ધાર્મિક સ્થળો શરૂ કરવાને લઇને મહારાષ્ટ્ર વિકાસ આગાદી (Maharashtra Vikas Aghadi – MVA) સરકાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ( Maharashtra governor Bhagat Singh Koshyari) વચ્ચે વાક-યુધ્ધ ગરમાયુ હતુ. 12 ઑક્ટોબરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ફરી ખોલવા અંગે એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં લખ્યુ હતુ કે, ‘મને આશ્ચર્ય થાય છે કે શું તમને પૂજા સ્થાનો ફરીથી ખોલવાનું મુલતવી રાખવાની કોઈ દૈવી સૂચના મળી રહી છે કે તમે અચાનક પોતાને ‘બિનસાંપ્રદાયિક’ (secular) કરી દીધા છે, જે શબ્દથી તમને પોતાને નફરત હતી.’.

પત્રના જવાબમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખ્યું કે, ‘મારા હિન્દુત્વની (hindutava) વ્યાખ્યા મુંબઈને ‘પાકિસ્તાન કબજે કરેલું કાશ્મીર’ (Pakistan occupied Kashmir- PoK) કહેવાતા વ્યક્તિનું સ્વાગત કરવાની મંજૂરી આપતી નથી.’. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને રાજ્યપાલ તરફથી હિન્દુત્વ અંગેના “પ્રમાણપત્ર” (certificate) ની જરૂર નથી. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top