IPS ઓફિસર DSP અંજલિ કૃષ્ણાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવાર IPS અંજલિને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, અંજલિ મુરુમના ગેરકાયદેસર ખાણકામની તપાસ માટે સોલાપુર જિલ્લાના કુર્દુ ગામમાં ગઈ હતી.
ફોન પર અજિત પવાર સાથે IPS ની શું બોલાચાલી થઈ?
વાયરલ વીડિયોમાં કાર્યવાહી દરમિયાન ગ્રામજનો અને પોલીસ ટીમ વચ્ચે દલીલ જોઈ શકાય છે. આ દરમિયાન NCP કાર્યકર બાબા જગતાપે સીધા નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને તેમને IPS સાથે વાત કરાવી.
કોલ પર અજિત પવારને કહેતા સાંભળી શકાય છે કે, ‘હું તમને તેમને રોકવાનો આદેશ આપું છું અને તમે જઈને તહસીલદારને કહો કે અજિત પવારનો ફોન આવ્યો છે. જવાબમાં અધિકારીએ કહ્યું, ‘તમે એક કામ કરો. તમે મને સીધો મારા ફોન પર ફોન કરો.’ વીડિયો વાયરલ થયા પછી લોકો IPS વિશે શોધી રહ્યા છે.
ત્યાર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, ‘હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી બધી હિંમત છે?’ મહારાષ્ટ્રના સોલાપુરની ઘટનાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને DSP અંજલિ કૃષ્ણા વચ્ચે દલીલ થતી સાંભળી-જોઈ શકાય છે.
ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે ડીએસપી સોલાપુર પહોંચ્યા હતા
ડીએસપી અંજલિ કૃષ્ણા રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બાચાલાચી થઈ હતી. ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગતાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલી કૃષ્ણાને આપ્યો.
આ દરમિયાન અંજલિ કૃષ્ણા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો અવાજ ઓળખી શકી નહીં. અજિત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું, તેમણે કહ્યું કે, ‘મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી.’
નાયબ મુખ્યમંત્રી અજિત પવારની વાત ન સાંભળીને IPS અધિકારીએ કહ્યું કે, ‘તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ!’ જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું, “કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને?’ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અધિકારીનો નંબર લીધો અને તેમની સાથે વીડિયો કોલ દ્વારા સીધી તેમના ફોન પર વાત કરી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.
31મી ઓગસ્ટની ઘટના
આ આખી ઘટના 31મી ઓગસ્ટે બપોરની છે, જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના બોલવાના સ્વરની ટીકા થઈ રહી છે. આ ઘટના સમયે સ્થળ પર હાજર અને હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે (ચોથી સપ્ટેમ્બર) સોલાપુરના માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા અધિકારી કેરળની હોવાનું કહેવાય છે, જે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ હતી.

ગ્રેજ્યુએશન પછી UPSC ની તૈયારી શરૂ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંજલિએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ મેરી સેન્ટ્રલ સ્કૂલ પૂજાપુરામાંથી પૂર્ણ કર્યું. શાળા પૂર્ણ કર્યા પછી તેણીએ તિરુવનંતપુરમની HHMSPB NSS કોલેજ ફોર વુમન નીરામંકરામાંથી BSc ગણિતમાં સ્નાતક થયા. ધોરણ 12 માં જ તેણીએ UPSC પાસ કરીને IPS બનવાનું સ્વપ્ન જોયું. સ્નાતક થયા પછી તેણીએ UPSC ની તૈયારી શરૂ કરી. ઘણા મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે UPSC મલયાલમ સાહિત્ય તેનો વૈકલ્પિક વિષય હતો અને તેણીએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી હતી.
UPSC માં 355મો રેન્ક મેળવ્યો હતો
અંજલિ કૃષ્ણા કેરળ રાજ્યની છે. તેણીએ વર્ષ 2022 માં UPSC પરીક્ષા પાસ કરી હતી. તે 2022-23 UPSC સિવિલ સર્વિસીસ બેચની અધિકારી છે અને હાલમાં સોલાપુરના કરમાલામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે પોસ્ટેડ છે. સીનાના પિતા અંજના કોર્ટમાં ટાઇપિસ્ટ છે. અંજનાએ એક અગ્રણી મલયાલમ દૈનિકમાં ન્યૂઝ રિપોર્ટર તરીકે ઇન્ટર્નશિપ પણ કરી છે. તેણીએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 355મો રેન્ક મેળવ્યો છે. તેણી તેની પ્રામાણિકતા, દૃઢ નિશ્ચય અને તીક્ષ્ણ વહીવટી કુશળતા માટે જાણીતી છે.