National

મહારાષ્ટ્ર ભાજપની 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ: 89 જૂના ઉમેદવાર, 10 SC-ST, 13 મહિલાઓ

ભાજપે રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 6 બેઠકો ST અને 4 બેઠકો SC માટે છે. જ્યારે 13 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 10 ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડશે. ભાજપે ત્રણ વર્તમાન અપક્ષ ધારાસભ્યોને પણ ટિકિટ આપી છે.

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દક્ષિણ-પશ્ચિમ નાગપુરથી, મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને ભોકરથી ટિકિટ આપવામાં આવી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવેને ભોકરદન બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ 3 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે.

ભાજપની પ્રથમ યાદીમાં 3 અપક્ષોને પણ ટિકિટ આપવામાં આવી છે જેમાં ત્રણ અપક્ષો મહેશ બાલ્દી (ઉરણ), રાજેશ બકાને (દેવલી), વિનોદ અગ્રવાલ (ગોંદિયા)નો સમાવેશ થાય છે. મે મહિનામાં ચંદ્રપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી હારી ગયેલા સુધીર મુનગંટીવારને બલ્લારપુર વિધાનસભાથી અને મિહિર કોટેચાને મુલુંડ બેઠક પરથી ટિકિટ મળી છે. 2 ભાઈઓને ટિકિટ મળી મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને બાંદ્રા પશ્ચિમથી અને તેમના ભાઈ વિનોદ શેલારને મલાડ પશ્ચિમથી ટિકિટ મળી છે.

વિધાનસભા અધ્યક્ષ નાર્વેકર કોલાબાથી ચૂંટણી લડશે
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર કોલાબાથી અને નીતિશ રાણે કંકાવલીથી ચૂંટણી લડશે. શિવસેના અને એનસીપીના ધારાસભ્યોની સદસ્યતા રદ ન કરવા માટે નાર્વેકર વિપક્ષના નિશાના પર છે. નિતેશ રાણે મુસ્લિમ વિરોધી નિવેદનોને લઈને વિવાદોમાં છે. આ સિવાય અતુલ ભોસલેને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણની બેઠક કરાડ દક્ષિણથી અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્રરાજે ભોસલેને સતારાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કેટલા નેતાઓની ટિકિટ કેન્સલ થઈ?
આ વખતે ભાજપે માત્ર ત્રણ ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. જે નેતાઓની ટિકિટ છીનવાઈ છે તેમાં પૂણેના ચિંચવાડના ધારાસભ્ય અશ્વિની જગતાપ, થાણે જિલ્લાની કલ્યાણ પૂર્વ બેઠકના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને અહિલ્યાનગર જિલ્લાની શ્રીગોંડા બેઠકના ધારાસભ્ય બબનરાવ પચપુતેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top