National

મહારાષ્ટ્ર: જલગાંવમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 15 મજૂરોનાં મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના જલગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત (ROAD ACCIDENT)માં 15 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે યાવલ તાલુકાના કિંગાવ ગામ નજીક પપૈયાથી ભરેલી ટ્રક (TRUCK) પલટી ખાઈ જતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 15 મજૂરોનાં મોત (15 LABOR DEATH) ઉપરાંત 2 લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે જેને હાલ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ રાત્રીના એક વાગ્યે યાવલ રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. પપૈયા લઇ જતાં ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. પપૈયાથી ભરેલી ટ્રકમાં ઘણા મજૂરો પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પર ઘણા ખાડા છે, જેના કારણે આ માર્ગ અકસ્માત સર્જાયો છે. અને પરિણામે લોકોએ જીવ ગુમાવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પીએમ નરેન્દ્ર મોદી (PM MODI)એ માર્ગ અકસ્માત અંગે સમાચાર મળતા તુરંત જ મૃતકો માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને તેમણે ટ્વિટ કર્યું કે , ‘મહારાષ્ટ્રના જાલગાંવમાં એક હાર્ટબ્રેકિંગ ટ્રક અકસ્માત થયો છે. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના અને મને આશા છે કે ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જશે. ‘

21 મજૂરો હતા ટ્રકમાં
બનાવની જાણ થતાં જ જલગાંવ અને યાવાલની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી આરંભી હતી. જેમાં પ્રથમ તો ટ્રકને ક્રેનની મદદથી પલટી મારી સીધું કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કામદારોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની હાલ સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો મુજબ ટ્રકમાં કુલ 21 મજૂરો હતા. 

માલેગાંવથી સુરત જાન લઈને આવતી બસને નડ્યો અકસ્માત : 3નાં મોત, 7 ગંભીર ઘાયલ

અગાઉ નડ્યો હતો મહારાષ્ટ્રની બસને અકસ્માત
અગાઉ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને સુરત-ધુલિયા હાઈવે પર તાપી જિલ્લાના બાજીપુરા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ અચાનક જ ટેન્કરમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત (DEATH) થયાં હતાં, અને અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.

આંધ્રપ્રદેશમાં ટ્રક અને બસની ટક્કર
રવિવારે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં બસ અને ટ્રકની ટક્કરમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કુર્નૂલના વેલાદૂર્તિ મંડળના મદારપુર ગામ નજીક રવિવારે વહેલી સવારના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top