કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે જ મહાન વૈશ્વિક ગ્રંથ ભગવત ગીતા. રામ પરિક્ષિતે જરાસંઘનો મુકુટ ધારણ કર્યો અને મતિ બગડી અને ઋષિ શ્રમિકના ગળામાં મરેલો સર્પ વિટાવ્યો. આ વાત ઋષિ પુત્ર શૃંગીએ જાણી અને પરિક્ષિતરાજાને સાતમા દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુનો શ્રાપ આપ્યો.
ઝેર અજાણતા ખાતા પણ ચઢે તેમ પાવતું ફળ અજાણતા પણ ભોગવવું પડે છે. શ્રાપની જાણ થતા પરિક્ષિત રાજકારભાર પુત્ર જનમેજપને સોંપી ગંગા તટે આવ્યા અને ત્યાં અનેક ઋષિ સહિત પરમહંસ વ્યાસ્ટપુત્ર શુક્રદેવના મુખે શ્રીમદ્દ ભાગવત સાંભળી અને મોક્ષને પામ્યા. કૌચી પક્ષીની હત્યા જોઈ મહર્ષિ વાલ્મીકીના મુખે શ્લોક સરી પડયો અને તેમણે વાલ્મિકી રામાયણની રચના કરી. આ ઉપરાંત પણ જેટલું મહાન સાહિત્ય લખાયું છે તે સાહિત્યકારોની અંતર વેદના પછી જ લખાયું છે. જ્ઞાનનો પ્રકાશ પાવસ જીવનની પ્રકાશિત કરનાર સાહિત્ય ખરેખર આદિભ સમાન છે.
સુરત – પ્રભા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.