SURAT

દારૂના નશામાં કાપડ માર્કેટના હમાલનો આપઘાત

સુરત :પુણા-મગોબ (Magob) ખાતે રહેતા અને કાપડ માર્કેટમાં (cloth Market) હમાલી કામ કરતા યુવાને દારૂના નશાની હાલતમાં ફાંસો ખાઇ લીધો હતો.સ્મીમેર હોસ્પિટલ (Smeer Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મગોબ વિસ્તારના ગણેશનગર પાસેના સહેલી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ રાજસ્થાનના વતની મિસરીસિંહ જેતમલસિંહ રાજપુત (ઉ.વ.35)એ ગુરૂવારે સાંજના સમયે પોતાના ઘરે છતના હુક સાથે રૂમાલ ફાંસો ખાઇ લીધો હતો. મૃતક ના નાના ભાઈએ જણાવ્યું હતું કે નિસરસિંહને દારૂ પીવાની કુટેવ હતી સંતાનમાં ત્રણ બાળકો છે. દારૂની નશાની હાલતમાં તેણે આ પગલું ભરી લીધું હતું. મિસરીસિંહ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતો હતો. મૃતકે ગામ જવા ખર્ચા માટે શેઠ પાસેથી ઉપાડ 10 હજાર માગ્યા હતા. જોકે મૃતકે અગાઉ પણ શેઠ પાસેથી 20 હજારથી વધુ ઉપાડ લીધો હોય 5 હજાર બીજા દિવસે આપવા કહ્યું હતું.

વ્યાજખોરોના ત્રાસને કારણે યુવકને ઝેરી દવા ગટગટાવી લીધી : 11 વિરૂધ્ધ ગુનો દાખલ
કતારગામમાં રહેતા અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર યુવાને રોકાણ માટે વ્યાજે લીધેલા રૂ.60 લાખમાંથી 30 ટકા રકમ ચુકવી દીધા બાદ પણ તેની પાસે વધુ નાણાની માંગણી કરી ધાક-ધમકી અપાતી હોય યુવાને ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મુળ અમરેલી જિલ્લાના પાંચ તલાવડાનો વતની અને હાલ કતારગામ કંતારેશ્વર મહાદેવના મંદિરની પાછળ આવેલ વસંતજી પાર્ક સોસાયટીમાં રહેતો પ્રેમલ ઉર્ફે રાકેશ મનસુખ ભૂત (ઉ.વ.19) ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. અને રોકાણ માટે ગત જુલાઈ ૨૦૨૨માં હર્ષ મનોજભાઇ નારોલા (રહે.સાઇ હેવન આંબાતલાવડી, કતારગામ) પાસે વ્યાજે ૬૦ લાખની રકમ લીધી હતી.

ગુરૂવારે પોતાનાં ઘરમાં જંતુનાશાક ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ
આ રકમ તેણે બોટ ટ્રેડિંગ વેબસાઈડ મારફતે રોકી હતી. ત્યારબાદ પ્રેમલે હર્ષ પાસેથી લીધેલા ૬૦ લાખ રૂપિયામાંથી ૩૦ ટકા રકમ વ્યાજે પરત ચૂકવી દીધા હતા. જોકે પ્રેમલ પાસેથી વધુ નાણાં કઢાવવા માટે હર્ષ તથા તેના સાગરીતોએ તેને ફોન કરી તેને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હતી. પ્રેમલને ગાળો આપીને માનસિક રીતે હેરાન કરાતો હતો. આખરે કંટાળી પ્રેમલે ગુરૂવારે પોતાનાં ઘરમાં જંતુનાશાક ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવને પગલે જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રેમલની ફરિયાદ લઇને વ્યાજખોરો હર્ષ મનોજભાઇ નારોલા (રહે.સાઇ હેવન આંબાતલાવડી કતારગામ), કૌશીક કાળુભાઇ કાકડીયા (રહે, સંડે હબની પાછળ ,કતારગામ), રાજ ખેની, હર્ષીત અણઘણ ગૌરવ મોરડીયા, અમીત તનેજા ભૌતીક મકવાણા (રહે.કોઝવે પાસે), આકાશ અગ્રવાલ, રોનીત રાંદેરીયા જય ગલચર અને મીત પટેલ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Most Popular

To Top