લખનઉઃ (Lucknow) માફિયા ડોન અતીક અહેમદના ખાત્મા બાદ મુખ્તાર અંસારીની (Mukhtar Ansari) મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. મુખ્તારની પત્ની અફસા અંસારીને 50,000 રૂપિયાનું ઈનામ ધરાવનાર બદમાશ જાહેર કરવામાં આવી છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે અતીક અને અશરફની હત્યા બાદ મુખ્તાર પણ ડરી ગયો છે. મુખ્તાર હાલમાં બાંદા જેલમાં બંધ છે અને અતીક કેસ સામે આવ્યા બાદ અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે હવે તેની પત્ની પર પણ 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે.
મળતી માહિતી મુજબ અતિક અહેમદ કેસ બાદ હાલમાં જ મુખ્તાર અંસારી આખી રાત ઉંઘી શક્યો ન હતો અને તેની બેરેકમાં એકલો ફરતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં મુખ્તારને ક્યાંક ડર લાગે છે કે અતીક સાથે જે થયું તે કોઈ બીજા સાથે થઈ શકે છે. મુખ્તાર પણ અતીકની જેમ માફિયા ડોન છે જેના પર ઘણા કેસ નોંધાયેલા છે. અહેવાલો કહે છે કે અતીકના મૃત્યુ બાદથી મુખ્તાર ન તો ઉંઘી રહ્યો છે કે ન તો યોગ્ય રીતે ભોજન લઈ રહ્યો છે. બીજી તરફ અતિકના મર્ડર બાદ બાંદા જેલમાં મુખ્તારની સુરક્ષા ખૂબ જ કડક કરી દેવામાં આવી છે. તેને એકાંત બેરેકમાં રાખવામાં આવ્યો છે.
બીજી તરફ માફિયા અતીક (Atik) અને અશરફની ગોળી મારીને હત્યા (Murder) કરનારા શૂટર્સ લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યને બુધવારે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં (Court) રજૂ કરવા માટે CJM કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. પોલીસની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ અપરાધિયોને સાથે લઈ સીન રિક્રિએટ પણ કરી શકે છે.
માફિયા ડોન અતીક અહેમદની (atik Ahmed) પત્ની શાઇસ્તા પ્રયાગરાજના કછાર વિસ્તારમાં છુપાયેલી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેશ પાલની હત્યામાં (Murder) શામેલ શૂટર સાબીર પડછાયાની જેમ અતીકની પત્ની શાઇસ્તા અને બહેન આયેશા નૂરી સાથે છે. આ ત્રણેય કછાર વિસ્તારમાં વારંવાર પોતાનું સ્થાન બદલી રહ્યા છે. શૂટર્સ સાબીર, આયેશા નૂરી અને શાઈસ્તા પરવીન છેલ્લા 30 દિવસથી સાથે છે. બીજી તરફ તંત્રએ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને દબોચી લેવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. લખનૌમાં સીએમ યોગી આદિત્યનાથે એસટીએફના વડા સાથેની બેઠકમાં શાઇસ્તા પરવીન ગુડ્ડુ મુસ્લિમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.