National

લો બોલો! ઘરના ઉદ્ધાટન માટે રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટરના પદ પરથી આપ્યું રાજીનામું

છતરપુર : મધ્યપ્રદેશના (Madhya Pradesh) છતરપુરમાં (Chhatarpur) ડેપ્યુટી કલેક્ટરનાં (Deputy Collector) પદ પરથી નિશા બાંગરેએ રાજીનામું (Resignation) આપ્યું. રાજીનામું આપવાનું કારણ તેમના ઘરના ઉદ્ધાટન માટે રજા ન મળતા રાજીનામું આપ્યું હતું. નિશા બાંગરેએ પોતાના ઘરના ઉદ્ધાટન માટે રજા માટે અપીલ કરી હતી પરંતુ તેને રજા ન મળી હતી. રજા ન મળતા ગુરુવારે નિશા બાંગરેએ સામાન્ય વહીવટ વિભાગને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. આ રાજીનામાં નિશાએ વિભાગના મુખ્ય સચિવ પર 25 જૂને તેમના ઘરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે રજા ન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટેનો આરોપ મૂક્યો છે.

નિશા બાંગરે હાલમાં લવકુશ નગરના એસડીએમ તરીકે કામ કરી રહી છે. નિશા બાંગરેએ રાજીનામામાં લખ્યું છે કે હું ખૂબ જ દુખી છું. મારા ઘરના ઉદ્ઘાટન કાર્યક્રમના અવસરે મને વિશ્વ શાંતિના દૂત તથાગત બુદ્ધની અસ્થિઓના દર્શન ન કરવા દેવાથી મારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. જેથી હું એવું માનુ છે કે ડેપ્યુટી કલેક્ટર પદ પર રહીને મારા મૂળભૂત અધિકારો, ધાર્મિક માન્યતાઓ અને બંધારણીય મૂલ્યો સાથે સમાધાન કરવું એ યોગ્ય નથી. જેથી હું 22મી જૂના રોજ ડેપ્યુટી કલેક્ટરના પદ પરથી રાજીનામું આપી રહી છું. તમને જણાવી દઈએ કે 2016 માં નિશાની MP PSC પરીક્ષામાં DSP પદ માટે પસંદગી થઈ હતી. ત્યાર પછી 2017 માં નિશાની MP PSC માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી થઈ હતી. નિશા બાંગરેએ પાંચ વર્ષની સરકારી સેવા પૂરી કરી છે.

19 જુને યાત્રામાં જોડાવાની પરવાનગી માટે અરજી કરી હતી
આ પહેલા નિશા બાંગરેએ 19 જુનના રોજ સામાન્ય વહીવટ વિભાગને 25મી જૂને ગગન મલિક ફાઉન્ડેશન અને સર્વ ધર્મ સંભવ યાત્રામાં જોડાવાની પરવાનગી માટે અરજી કરી હતી. પરંતુ સામાન્ય વહીવટ વિભાગે MP સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ 1965 ના નિયમ 9 હેઠળ નિશા બાંગરે દ્વારા માંગવામાં આવેલી પરવાનગીને નકારી કાઢી હતી. જેના પરિણામે તેણે રાજીનામું આપ્યું હતું. 25મી જૂને આમલામાં આંતરરાષ્ટ્રીય સર્વધર્મ શાંતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિષદ અને વિશ્વ શાંતિ પુરસ્કાર સમારોહ અને સર્વ ધર્મ શાંતિ અને શિક્ષણ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવાનો છે.

નિશા બાંગરે રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી
નિશા બાંગરે આ પહેલા સરકારી નોકરી છોડીને રાજકારણમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. તેમના આ રાજીનામાં પાછળનું કારણ આગામી વીધાન સભાની ચુંટણી હોવાનું માનવામાં આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે નિશા બાંગરે બેતુલ જિલ્લાની આમલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.

Most Popular

To Top