વડોદરા : પોલીસ તંત્ર અને કલેકટર બલેકટરને તો હું ગજવામાં મેકું છું દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો વધુ એક હુંકાર જાહેર સભામાં કરતા સત્તાના મદમાં છકી ગયેલા મધુ શ્રીવાસ્તવ શિસ્તને વરેલા સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્ય હોવા છતાં અવારનવાર એલફેલ બફાટ કરવા પંકાયેલા છે.
મીડીયા પોલીસ કલેકટર કે રાજકારણના નેતાઓ કોઈની પણ સામે બેફામ વાણી વિલાસ કરતા મધુ શ્રીવાસ્તવે સયાજીપુરા ખાતે બફાટ કર્યો હતો. વડોદરાના સર્વે સર્વા માનતા મધુ શ્રીવાસ્તવે સયાજીપુરા ખાતે બફાટ કર્યો હતો.
વડોદરાના સર્વે સર્વા માનતા મધુએ જિલ્લા પંચાયતની ચુંટણી અર્થે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન દરમિયાન સભાને સંબોધન કર્યું હતું. ભાજપની શિસ્તનું ચીરહરણ કરતા નેતા એકત્રીત મેદનીને જોઈને ઉત્સાહમાં આવી ગયા હતા અને પોલીસ તંત્ર અને કલેકટર ફલેકટર મારા ગજવામાં મેકુ છુ. કોઈનીતાકાત નથી મને કઈ બોલે ! દેશ આઝાદ છે આપણે પણ આઝાદ છે ભાજપને જંગી બહુમતીથી જીતાડીએ એવી શુભ કામના સાથે જયહિન્દ. જય ભારત.
ગણતરીની પળોમાં વિવાદિત નિવેદનો માટે પંકાયેલા મધુની વિડિયો કલીપ વાયરલ થતા જ રાજકીય ક્ષેત્રે અને ભાજપ પક્ષના મોવડી મંડળમાં તો ખળભળાટ મચી ગયો હ તો. જો કે કેટલાક વિરોધ પક્ષના અગ્રણીઓએ આવા નિવેદન અંગે તીખી પ્રક્રીયા આપતા જણાવ્યું હતું કે, આ નેતા પક્ષનો પ્રચાર કરવા નીકળ્યા છે કે દાદાગીરી કરીને મતદાન કરાવવા ?
આટઆટલા ચર્ચાસ્પદ નેતા સામે નથી પક્ષ પગલા લેતો નથી પોલીસ કે નથી કાયદાકીય કાર્યવાહી થત નથી જેના પરીણામે જ નેતા કાયદા કાનુન ખીસ્સામાં લઈને ફરતા થઈ ગયા છે.