Editorial

મદની એ હિન્દુસ્તાનમાં રહીને હિન્દુઓ ને ધમકાવવા નહીં જોઈએ

જુલમ થશે તો જેહાદ પણ થશે’- આ વાક્ય આડકતરી રીતે હિંદુઓને આપવામાં આવેલી ધમકી છે. આ તે જ સિસ્ટમ છે, જ્યાં પહેલાં ‘જુલમ’નો નેરેટિવ ઘડવામાં આવે છે અને ફરી તે જ કાલ્પનિક જુલમને આધાર બનાવીને ‘પ્રતિક્રિયા’નું ઔચિત્ય સાબિત કરવામાં આવે છે. આ નેરેટિવનો ઉપયોગ છેલ્લા ઘણા ઘટનાક્રમોમાં જોવા મળ્યો છે. જ્યારે પણ ગુનેગારો કે આતંકી મોડ્યુલ પર કાર્યવાહી થાય છે, ત્યારે આવા જ કેટલાક મૌલાના જેવા લોકો સામે આવે છે અને એ જ પરંપરાગત વાક્ય બોલે છે કે, “યુવાનો સાથે અત્યાચાર થયો, તેથી તેમણે આવું કર્યું.” મદનીનું નિવેદન પણ તેનો જ એક ભાગ છે. આખરે તેઓ આવાં નિવેદનો આપીને શું સાબિત કરવા માંગે છે? આવી જ થિયરીઓ ઘડીને તેઓ મુસ્લિમોને દબાવવામાં આવતા હોવાના દાવા પણ જાતે જ કરે છે અને કોઈ ઘટના બને ત્યારે તેને જ કારણ ધરીને કહે છે કે આવું થયું એટલે પ્રતિક્રિયા સ્વરૂપે યુવાનોએ આમ કરવું પડ્યું. ઘણા નેતાઓએ દિલ્હી બ્લાસ્ટને પણ ‘અત્યાચારનું પરિણામ’ ગણાવીને આતંકીઓને બચાવ કર્યો છે.

કાશ્મીરી નેતા મહેબૂબા મુફ્તીએ દિલ્હી બ્લાસ્ટને ‘કાશ્મીરી અત્યાચારનો દિલ્હીમાં પડઘો’ ગણાવી દીધો હતો. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ પણ એવું જ કહ્યું કે, ‘કાશ્મીરમાં જે અત્યાચાર’ થઈ રહ્યો છે, તેની જ ‘પ્રતિક્રિયા’ના ભાગરૂપે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે. જોકે, આવાં નિવેદનો અંતે તો જુઠ્ઠાણું જ છે. મદની જેવા માણસો વારંવાર એ તૂત ચલાવે છે કે ‘મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે.’ પણ હકીકતે એવું કશું હોતું નથી. મુસ્લિમોને પણ હિંદુઓ જેટલા જ અધિકાર આપવામાં આવ્યા છે, તેમને પણ બધા લાભો મળે છે. મુસ્લિમોને દબાવવામાં આવતા હોવાનો પ્યોર પ્રોપગેન્ડા જ હોય છે. જમીન પર એવું કશું હોતું નથી. પણ આવા મૌલવીઓ આવું કરીને એક માહોલ ઊભો કરે છે, જેથી પછી જાતજાતના બહાના આગળ ધરી શકાય. કોઈનું દમન થતું હોવાની વાતો એક રીતે ‘વિક્ટીમ કાર્ડ’ જેવી છે. જ્યારે કોઈ કાનૂની કે પ્રશાસનિક કાર્યવાહી પર બચાવ ન મળે ત્યારે આ કાર્ડ આગળ કરી દેવામાં આવે છે કે ‘અમારા સમુદાયને દબાવવામાં આવી રહ્યો છે.’ તેનાથી બે લાભ થાય છે. ટીકાઓ ઘટી જાય છે અને સમુદાયના યુવાનોમાં નારાજગી ઊભી થાય છે, જેથી ભવિષ્યની કોઈપણ આતંકી ગતિવિધિને ‘પ્રતિક્રિયા’ ગણાવી શકાય. લાલ ચોક એ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલો એક પ્રખ્યાત ચોક છે, જે રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. 1990 પછી પ્રથમ વખત, 2022માં ભારતના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ચોકમાં ઘડિયાળ ટાવર છે, જે કાશ્મીરની રાજનીતિમાં હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે. લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવાની ઘટના ઐતિહાસિક છે, કારણ કે તે કાશ્મીરમાં શાંતિ અને સામાન્યતાની દિશામાં એક પગલું છે. આ પ્રસંગે સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો અને ત્રિરંગોને સલામી આપી હતી. જમિયત ઉલેમા-એ-હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીના ‘જ્યારે-જ્યારે જુલમ થશે, ત્યારે-ત્યારે જિહાદ થશે’ વાળા નિવેદન મામલે વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રવિવારે ભોપાલના રોશનપુરા ચોકડી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ મદનીના પૂતળા પર ચંપલ-જૂતાનો હાર પહેરાવ્યો અને તેના પર જૂતાથી માર માર્યો હતો. ત્યારબાદ મદનીનું પૂતળું સળગાવ્યું હતું. સંગઠનોએ તેને દેશ અને હિન્દુ સમાજ વિરુદ્ધ અપાયેલું નિવેદન ગણાવીને કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સતત પ્રદર્શન કરી રહ્યા છે. મૌલાના મદનીના પૂતળાને જૂતા-ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો મૌલાના મદની મુર્દાબાદ લખેલા પોસ્ટર લઈને પહોંચ્યા હતા. મૌલાના મદનીના પોસ્ટર પર માર્કરથી ક્રોસ બનાવ્યો. પોસ્ટર પર લખ્યું – ભારતમાં જો રહેવું હોય તો વંદે માતરમ કહેવું પડશે.ભારતમાં જો રહેવું હોય તો વંદે માતરમ કહેવું પડશે બજરંગ દળનું કહેવું છે કે મૌલાના મદનીએ વંદે માતરમ, દેશ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. VHPના પ્રાંત સહ મંત્રી જીતેન્દ્ર ચૌહાણે કહ્યું કે મૌલાના મદનીના નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જુલમ થશે, ત્યાં સુધી જિહાદ થશે, તો જણાવો કે ક્યાં જુલમ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા દેશનું વિભાજન થયું, મુસલમાનોએ પાકિસ્તાન માંગ્યું તે આપી દેવામાં આવ્યું, હવે તેમને કયું પાકિસ્તાન જોઈએ છે. સતત વંદે માતરમ, સુપ્રીમ કોર્ટનો વિરોધ કરીને આ લોકો મુસ્લિમ યુવાનોને ભડકાવીને જિહાદ અને ગૃહ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે મદની જેવા લોકો મુસ્લિમ યુવાનોને ‘ઝુલ્મ, જન્નત અને જિહાદ’ જેવા નારાઓના નામે ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક કટ્ટરપંથી તત્વો દેશની ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રીય સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંસલે કહ્યું કે મુસ્લિમ સમાજે પણ સમયસર આવા કટ્ટરપંથી તત્વોથી દૂર રહેવું પડશે. તેમનો આરોપ છે કે હલાલના નામે ગેરકાયદેસર કમાણી કરીને આતંકવાદી કૃત્યોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ હવે આવું નહીં બને. મદનીએ કહ્યું હતું કે- જ્યાં સુધી જુલમ થશે, ત્યાં સુધી જિહાદ થશે ભોપાલમાં જમિયત ઉલેમા-એ-હિન્દની ગવર્નિંગ બોડીની બેઠકમાં શનિવારે મૌલાના મહેમૂદ મદનીએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ નફરત ફેલાવવાના પ્રયાસો વધી ગયા છે. જેહાદ જેવા પવિત્ર શબ્દને આતંક અને હિંસા સાથે જોડવું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું- લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવા શબ્દો મુસલમાનોને બદનામ કરવા માટે ઘડવામાં આવ્યા છે. ઇસ્લામમાં જેહાદનો અર્થ અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ સંઘર્ષ છે. જ્યારે-જ્યારે જુલમ થશે, ત્યાં સુધી જિહાદ થશે.

Most Popular

To Top