લખનૌ-શતાબ્દી એક્સપ્રેસ ( lakhanau shatbadi express) ની લગેજ બોગીમાં ભારે આગ લાગવાના ઘટના સામે આવી છે. ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાક માટે રોકી દેવામાં આવી હતી . લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
ચીફ ફાયર ઓફિસર સુનિલકુમારસિંહે જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યે શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા જેના પગલે તાત્કાલિક 6 ગાડીઓ સ્થળ પર રવાના કરાઈ હતી. આગ ટ્રેનના છેલ્લા બોગી જનરેટર અને સામાન વાહનની બોગીમાં લાગી હતી. તરત જ બોગીને ટ્રેનના બીજા ભાગથી અલગ કરીને ફાયર ફાઇટિંગ શરૂ કરી દેવામાં આવી હતી. આગના પગલે બંને દરવાજા ખોલવામાં ફાયર વિભાગને ભારે જહેમર ઉઠાવી પડી હતી. આખરે તેમને તોડી આગને કાબૂમાં લેવામાં આવી છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ પહેલા 13 માર્ચે દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગની ઘટના બની હતી. નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ફાટી નીકળી હતી
દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ (02017) ના કોચ સી -5 માં 13 માર્ચે બપોરે હરિદ્વાર-દહેરાદૂન રેલ વિભાગમાં જંગલની વચ્ચે આગ લાગી હતી. આગની ઘટનાથી મુસાફરો ગભરાઈ ગયા હતા અને કોચની બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન કોઈએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી. માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલા રેલ્વે સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફે કોચને ટ્રેનથી અલગ કરી દીધો હતો. અને લોકોને સલામત બચાવી લેવાયા હતા.
તમામ મુસાફરો સલામત છે અને તમામ મુસાફરોને અન્ય કોચમાં સ્થળાંતર કરાયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે લોકો પાયલોટે આગમાં વધારો થાય તે પહેલાં ઇમરજન્સી બ્રેક લગાવીને જંગલની વચ્ચે ટ્રેનને રોકી હતી. તાત્કાલિક કોચ સી -5 ને ખાલી કરવામાં આવ્યો હતો. આ સાથે, કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો અને અન્ય કોચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આજે લાગેલી આગમાં પણ ફાયર બ્રિગેડના છ વાહનો ઘટના સ્થળે પહોંચી કોચમાં આગ કાબૂમાં કરી શકે ત્યાં સુધીમાં આ કોચમાં મૂકેલો મુસાફરોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ કોચમાં 35 મુસાફરો હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બાદમાં, આ ટ્રેનના તમામ મુસાફરોને રેલ્વે દ્વારા દહેરાદૂન સુધીના પ્રારંભિક કોચમાં ગોઠવી દેવાયા હતા.