Sports

શનિવારે લખનઉની નજર ટોચના સ્થાને, ગુજરાતની નજર જીતના માર્ગે પરત ફરવા પર

લખનઉ : આઇપીએલમાં (IPL) આવતીકાલે શનિવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સની (GT) ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર જીતના માર્ગે પરત ફરવા પર મંડાયેલી હશે, જ્યારે સામે પક્ષે લખનઉ સુપર જાયન્ટ્સની નજર ટોચના સ્થાને પહોંચવા પર સ્થિર થયેલી હશે. એકતરફ ગુજરાત જાયન્ટ્સ રાજસ્થાન રોયલ્સ સામેની હારને ભુલાવીને એક નવી શરૂઆત કરવાના ઇરાદો ધરાવતી હશે તો સામે પક્ષે લખનઉ સુપર જાયન્ટ્સ એ જ રાજસ્થાન રોયલ્સ સામે મળેલી જીતથી ઉત્સાહિત છે.

બંને ટીમની સમસ્યા એક જ છે અને તે છે સાતત્યવિહોણુ પ્રદર્શન. બંને ટીમ બે બે મેચ હારી ચુકી છે, જો કે ગુજરાત જાયન્ટ્સ લખનઉ કરતાં એક મેચ ઓછી રમ્યું છે. પોઇન્ટ ટેબલમાં લખનઉ બીજા સ્થાને છે તો ગુજરાત જાયન્ટ્સ ચોથા સ્થાને છે. ગુજરાત માટે મોટી સમસ્યા કેપ્ટન હાર્દિક પંડ્યાનું ફોર્મ છે. જે તેની ક્ષમતા અનુસાર હજુ સુધી પ્રદર્શન કરી શક્યો નથી.

Most Popular

To Top