વડોદરા : શહેરના જે.પી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કાર્મીનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાંબાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે જે.પી પોલીસ મથકથી લઇ શહેરના પોલીસ બેડામાં શોખનો માહોલ જોવા મળ્યો છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ કર્મીઓ ખુબ તણાવમાં પુરી નિષ્ઠા સાથે તેમની ફરજ બજાવતા હોય છે. શહેરના જે.પી પોલીસ મથકમાં એલ.આર.ડી તરીકે 26 વર્ષીય ભાવુભાઈ ધનજીભાઈ મુળિયા રહે,અકોટા પોલીસ લાઈન ફરજ બજાવે છે. ગત રોજ એલ.આર.ડી. ભાવુભાઈની નાઈટ ડ્યૂટી હતી અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ પી.સી.આર ની ડ્રાઈવિંગ ડ્યુટીમાં હતા.
દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે તેઓ એસએસજી હોસ્પિટલમાં જાતે જઇ પહોંચ્યા હતા.એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પહોંચતા જ હાજર ડોક્ટરોએ એલઆરડી ભાવુભાઈને સારવાર આપવાનું શરુ કરી દીધું હતું.ટુંકી સારવાર બાદ એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવુભાઇનું મોત નિપજ્યું હતું. મોત નિપજતા જ તબીબો દ્વારા પરિજનો અને પોલીસને જાણ કરતા પરિજનોમાં અને પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી છે.