14-15 જૂનના રોજ ST દ્વારા વિશેષ બસ સેવા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ શરૂ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જૂન, 2025ના રોજ લોકરક્ષક (LRD) કેડર માટે લેખિત પરીક્ષા યોજવામાં આવી રહી છે. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર જેવા મુખ્ય શહેરોમાં આવેલા કેન્દ્રો પર લેવાશે. રાજ્યભરના જિલ્લાઓમાંથી લગભગ 2.48 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા આવશે.
ઉમેદવારોની સુવિધા અને વ્યવસ્થિત પરિવહન માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC/ST) દ્વારા 14 અને 15 જૂનના રોજ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો ઉમેદવારોને તેમના ઘરની નજીકના ડેપોમાંથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી લઈ જશે. ઉમેદવારોના ધસારાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઉમેદવારોને સરળતાથી પરિવહનની સુવિધા મળી શકે.
બોક્ષ:- ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આયોજન…
આ સમગ્ર આયોજન ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના સમન્વયથી કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષા સરળ અને વ્યવસ્થિત રીતે યોજાઈ શકે.