ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતની લવલીના બોરગોહેને તુર્કીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકની મહિલા બોક્સીંગ 69 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ માટે પરાજય મેળવવો પડ્યો હતો.
આસામની 23 વર્ષીય લવલીના બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ત્રીજી ભારતીય ખેલાડી છે. લવલીનાની હાર સાથે, ટોક્યોમાં ભારતીય મુક્કાબાજીની યાત્રાનો અંત આવ્યો છે. લવલીના ભલે સેમિફાઇનલમાં ફોર્મમાં ન હોય પરંતુ તેણે સેમિફાઇનલમાં પહોંચીને ઓલિમ્પિકમાં ધમાલ મચાવી દીધી છે. લવલીનાએ ચાઇનીઝ તાઇપેઇના નિએન-ચિન ચેનને 4-1થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ભારતને 9 વર્ષ બાદ બોક્સિંગમાં મેડલ મળ્યો
ઓલિમ્પિકમાં ભારતને 9 વર્ષ બાદ બોક્સિંગમાં મેડલ મળ્યો છે. ભારત તરફથી ઓલિમ્પિકમાં છેલ્લી વખત, વર્ષ 2012 માં મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યો હતો. હવે લવલીનાએ બોક્સિંગમાં મેડલ જીતીને આ વારસો આગળ ધપાવ્યો છે.
લવલીના મોહમ્મદ અલીની ચાહક છે
લવલીના મહાન બોક્સર મોહમ્મદ અલીની ચાહક રહી છે . આ સિવાય તે માઇક ટાયસનની ચાહક પણ રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (51 કિગ્રા) ને કોલંબિયાની ત્રીજી ક્રમાંકિત ઈંગ્રીટ વેલેન્સિયા સામે 2-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેની યાત્રા ઓલિમ્પિકમાં સમાપ્ત થઈ.