સમુદ્રમાં ડૂબકી મારી ગોતાખોરો મોતી શોધે છે પણ માલદીવ્ઝની ઝૂના નસીમ બાળકોને સમુદ્ર જ્ઞાન આપે છે, મૂળ સ્કુબા ડાઇવિંગ પ્રશિક્ષક છે. હિંદ મહાસાગરમાં માલદીવના ખુલ્લા પાણીમાં એક શાળા ચલાવે છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક મહિલાઓ અને બાળકોને ડાઇવિંગ શીખવવાનું છે. ઝૂના નસીમનું સીધું ગણિત છે તે કહે છે કે,માલદીવમાં 99% પાણી અને માત્ર 1 % જમીન છે, એટલે કે સમુદ્રમાં જ બાળકો માટે રમતનું મેદાન હોવું જોઈએ! પ્રોફેશનલ એસોસિએશન ઑફ ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર્સ સ્કુબા ડાઇવિંગ કોર્સ માટે માન્યતા આપે છે.અત્યાર સુધી વિશ્વભરમાં 1000 સ્ફુબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર્સનું બિરૂદ મેળવી ડિરેક્ટર બન્યાં છે. ઝૂના નસીમ આ દરજ્જો પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ મહિલા છે! સ્ફુબા ડાઇવિંગ માટે કોર્સ કરી ડિરેકટર પ્રમાણિત થનારી પ્રથમ મહિલા છે! આ મનોરંજક સ્કુબા ડાઇવિંગ માટે સૌથી વધુ વ્યાવસાયિક રેટિંગ છે!
26 વરસ પહેલાં તે પ્રશિક્ષક અભ્યાસક્રમ માટે ગઈ,ત્યારે ત્યાં કોઈ મહિલા ન હતી.ગોતા મારવાની કારકિર્દી એક પડકાર તરીકે પસંદ કરી તે સાબિત કરવાં માંગતી હતી કે મહિલા મરજીવા જેવી ચેલેન્જ ઉપાડી શકે છે. નસીમ એક સત્રમાં બે ડઝન જેટલા વિદ્યાર્થીઓને સ્કુબા ડાઈવ શીખવે છે. માલદીવ્ઝના ખુલ્લા પાણી તરફ દોરી જઈ તેમને સૂચના આપતી રહે છે,રેગ્યુલેટર પર સ્વિચ રાખવાનું, ઉછાળા સમયે નિયંત્રણ ઉપકરણોને ફુલાવવા, માસ્કને સમાયોજિત કરી ડૂબકી મારતાં અને સમુદ્રનાં વહેણ સમજાવે છે.આ મહિલા પ્રશિક્ષક ડૂબકી મારવા ઉપરાંત આનંદ માણવાનો મંત્ર આપે છે.ઊંડે જવું એ સૌથી મહત્વની વસ્તુ નથી. સૌથી મહત્વની બાબત એ છે કે ડાઇવનો આનંદ માણવો. લોકોને સમુદ્ર સાથે પ્રેમ કરવા માટે શિક્ષિત કરવા માટે તેની પાસે એક ડાઇવ સેન્ટર છે.
હિંદ મહાસાગરમાં પ્લાસ્ટિક ફેંકવા સામે તે અભિયાન ચલાવે છે,ડાઇવિંગ માટે સ્વચ્છ,નિર્મળ પ્રવાહ હોવાં જોઈએ અને માલદીવ્ઝના પર્યટન માટે સમુદ્રની સપાટી અને ગહેરાઈની ડાઇવિંગ માટે સમજ આપે છે. દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ કોરલને બચાવવા એ માલદીવમાં ડાઇવિંગ ઉદ્યોગ અને પર્યાવરણની ચાવી છે. તેણે માલદીવની સરકારને દરિયાની અંદરની દુનિયાના તમામ પાસાઓ વિશે શીખવાની તક મળે એવી મરીન એકેડમી બનાવવા માટે નસીમે અરજી કરી છે. તે એક મોબાઇલ ડાઇવિંગ શાળા ખોલવાની ઈચ્છા ધરાવે છે, શક્ય તેટલા બાળકોને ડાઇવિંગ શીખવવા માટે દેશભરમાં પ્રવાસ કરે છે.
સરકારની આગેવાની હેઠળની નસીમે ‘ફારૂકો’ નામના એક કાર્યક્રમમાં ભાગ લીધો, જેનો હેતુ દરેક વિદ્યાર્થીને વર્ષમાં સ્નોેર્કેલિંગ કરાવવાનો હતો. જે કિશોરો ક્યારેય સમુદ્રમાં ગયા ન હતા તેમને ડૂબકીઓ ખવડાવી પ્રોત્સાહિત કર્યા હતાં. વિલિંગિલીમાં ડાઇવના પાઠો આપવા ઉપરાંત ઝૂના નસીમ રિસોર્ટમાં કામ કરે તો અઢળક કમાય,સરળ જીવન પસાર કરી શકે પણ તેણે બાળકો માટે માલદીવ્ઝની રાજધાની માલેથી દસ મિનિટના અંતરે બોટ રાઇડ સાથે મુધુ બુલ્હા ડાઇવ સેન્ટરની સ્થાપના કરી અને તેનું સંચાલન કર્યું. ઘણી સ્કુબા ડાઇવિંગ શાળાઓથી વિપરીત,નસીમ મુખ્યત્વે સ્થાનિક મહિલાઓ અને બાળકોને સેવા આપે છે, હિન્દ મહાસાગરમાં ગોતું મારી મોતી લાવવાને બદલે સમુદ્ર જીવો માટે મરજીવા જેવું લક્ષ્ય છે ઝૂના નસીમનું!