સુરત: ડિંડોલીમાં હિન્દુ યુવતી (Hindu girl)ને પોતાની પ્રેમજાળ (love scam)માં ફસાવી ધર્મ અંગીકાર (religion transfer) કરવાનું દબાણ કરનાર મો.અખ્તરને પોલીસે પકડી પાડ્યો છે અને કોર્ટ (Surat court)માં રજૂ કરી 5 દિવસનાં રિમાન્ડ (remand) માંગ્યાં હતાં. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપીના બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. પુત્રીસમાન 22 વર્ષિય યુવતી સાથે 52 વર્ષના મો.અખ્તરે લગ્ન (Marriage) કરી લીધાં હતાં, અને ધર્માંતરણ કરવા માર મારતો હતો.
ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ પ્રથમ ગુનો સુરતના ડિંડોલી પોલીસમથકમાં નોંધાયો છે. ડિંડોલીમાં રહેતા મો.અખ્તર મો. સમતઅલી શેખે મુકેશ ગુપ્તા નામ ધારણ કરી એક 22 વર્ષિય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને રેલવેમાં નોકરી આપવાનું કહી કડોદરાના હનુમાન મંદિરમાં હિન્દી વિધિ મુજબ લગ્ન પણ કર્યાં હતાં. લગ્ન થઇ ગયા બાદ યુવતીને કીમની દરગાહ પાસે લઇ ગયો હતો. ત્રણ મહિના પહેલાં મો.અખ્તરનો ભાંડો ફૂટતાં પોલીસમાં મામલો પહોંચ્યો હતો. પરંતુ પોલીસે ગુનો નોંધ્યો ન હતો. આખરે હિન્દુ જાગરણ મંચે હોબાળો કરતાં પોલીસે લવ જેહાદ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
પોલીસે મો.અખ્તરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ સૌરભ ચૌહાણે દલીલો કરી આરોપીના વધુ ને વધુ રિમાન્ડ આપવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ મો.અખ્તરનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. પોલીસની પૂછપરછમાં મો.અખ્તરે હનુમાન મંદિર વિશે પૂછતાં તે હનુમાન મંદિર ક્યાં આવ્યું છે તે જાણમાં જ ન હોવાનું કહી પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે.
રિમાન્ડના મુદ્દા
- રેલવેમાં નોકરી અપાવવાના બહાને મહિલા તેમજ તેના પરિવારના સભ્યો પાસેથી 13.70 લાખ પડાવી લીધા છે, આ રકમ ક્યાં વાપરી તે વિગતો મેળવવાની છે.
- જે મંદિરમાં લગ્ન કર્યાં તે હનુમાન મંદિરના પૂજારીની તપાસ કરી નિવેદન લેવાનું છે.
- હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે બીજા કોઇની સંડોવણી છે કે નહીં..?
- અન્ય મહિલાને હિન્દુ તરીકે ઓળખ આપી લગ્ન કર્યાં છે કે નહીં.? તે તપાસ કરવાની છે.
- આરોપી મો.અખ્તરે મુકેશ ગુપ્તાના નામે ખોટાં ડોક્યુમેન્ટ બનાવ્યાં છે કે નહીં..? તે તપાસ કરવાની છે.