Vadodara

લવજેહાદ : વિધર્મી યુવકે એક સંતાનની માતા પર દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા: વડોદરા શહેર જિલ્લામાં લેવજેહાદના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. વિધર્મી યુવકે પોતાના નામ બદલીને હિન્દુ સગીરાઓ સહિત યુવતીઓને પોતાના પ્રેમજાળ ફસાવતા હોય છે. ત્યારબાદ તેમની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેતા હોય છે. એવો જ એક કિસ્સો નવાપુરા વિસ્તારમાં બન્યો છે જેમાં નવાપુરા વિસ્તારમાં રહેતો મહોમદ હુસેન નામની વિધર્મી યુવકની એક સંતાનની માતાનો એક વર્ષથી પીછો કરતો હતો. વિધર્મી યુવક મહિલાને પોતાની સાથે બળજબરી પૂર્વક પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપી જાતીય સતામણી કરતો હતો. 23 અપ્રિલના રોજ યુવતીને ઘરમાં ઉંઘી ગઇ હતી.
તે દરમિયાન વિધર્મી યુવક તેના ઘરમાં ઘુસી ગયો હતો અને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીને યુવકે ધમકી આપી હતી કે કોઇને આ બાબતે જાણ કરીશ તને અને તેના દીકરાના પતાવી દઇશ.

આમ વિધર્મી મહિલાના ઘરે જઇને અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેથી મહિલાને તેનાથી હેરાન પરેશાન થઇ હતી.
પરંતુ તેમની મહિલાને તેને તથા તેના પુત્રને મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવવાની હિમ્મત કરતી ન હતી. વિધર્મીને અતિશય ત્રાસ વધી જતા એક સંતાનની માતાએ હિંમત કરીને વિધર્મી યુવક સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતી પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મહીલાને બાઇક પર બેલાડી દર્ગા પર લઇ ગયો અને તાવીજ,ચાંદીની ઝાઝરી-છડા ઉતારી લીધા
મહિલાને સંતાનમાં એક દીકરો હોવાથી વિધર્મી પુત્રને મારી નાખવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. 14 મેના રોજ વિધર્મી યુવકે યુવતીને તેની બાઇક પર બેસાડી દર્ગા પર લઇ ગયો હતો. ત્યાં તેને વિશ્વાસમાં લઇને ગળામાંથી તાવીજ, ચાંદીની ઝાઝરી અને છડા ઉતારી લીધા હતા.

Most Popular

To Top