SURAT

પ્રેમ હોય તો એક બીજા માટે બલિદાનની વાત આવે, આખા પરિવારની હત્યા કરવાની નહિ

સુરત: સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. ફેનિલ જેવી વિકૃત માનસિકતા ધરાવતા યુવાન સાથે ગ્રીષ્માને પ્રેમ હોવાની વાતનું સરકારી વકીલ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલ નયન સુખડવાલાએ કરેલી ધારદાર દલીલમાં જણાવ્યું કે, ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાની વાત વાહિયાત છે. આટલો પ્રેમ હોય તો ફેનિલ કેવી રીતે આખું ખાનદાન સાફ કરી નાંખવાના કાવતરા રચે?

  • ફોટા સાથે એડિટિંગ પણ કરાયું હોય તેવી શંકા
  • ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાની વાત વાહિયાત
  • આજના જમાનામાં યુવાન અને યુવતી વચ્ચે હરવા ફરવાની વાત સામાન્ય
  • બચાવ પક્ષ દ્વારા જે રીતે ફોટા ઉપરથી ફેનિલ અને ગ્રીષ્માને પ્રેમ હોવાની વાત કરવામાં આવી

આ ઉપરાંત ગ્રીષ્માના ફેનિલ સાથે જે ફોટા છે તે જોઇને આ બંનેને પ્રેમ હોવાની વાત માની શકાય નહીં. આજના જમાનામાં યુવાન અને યુવતી વચ્ચે હરવા ફરવાની વાત સામાન્ય છે. આ ઉપરાંત ફોટા સાથે એડિટિંગ પણ કરાયું હોય તેવી શંકા વ્યકત કરવામાં આવી હતી. આ ઉપરાંત બચાવ પક્ષ દ્વારા જે રીતે ફોટા ઉપરથી ફેનિલ અને ગ્રીષ્માને પ્રેમ હોવાની વાત કરવામાં આવી છે. તેમાં પ્રેમ હોય તો પણ એક બીજા માટે બલિદાન આપવાનુ વલણ હોય નહીં કે આખા પરિવારની હત્યા કરી નાંખવાની. આ ઉપરાંત આખા પરિવારની હત્યા કરવાની યોજના શા માટે ફેનિલે ઘડી કાઢી હતી.

ફેનિલ તો નાટકબાજ છે
આરોપી ફેનિલ કોર્ટમાં બેભાન થઇ ગયો, જેલમાંથી તેણે જે રીતે ફોન કર્યો, ગ્રીષ્માની હત્યા પછી પોતે જાતે ચપ્પુ મારીને જે રીતે સ્ટંટ કર્યા અને માસીયાઇભાઇને બચાવવા માટે ફોન કર્યો જે બતાવે છે કે ફેનીલ કયારેય મરવા માંગતો ન હતો પરંતુ તેની નિયત ગ્રીષ્માની હત્યા કરવાની હતી. તે નાટકબાજ છે. હવે ફેનીલ બચવા માટે ફોટા અને અન્ય બોગસ પૂરાવા ઉભો કરી રહ્યો છે. સરકારી પક્ષ દ્વારા અંદાજે ચૌદ કલાકની દલીલ કરવામાં આવી હતી. તેમાં આજથી બચાવપક્ષ દ્વારા દલીલો કરવામાં આવશે.

Most Popular

To Top