Charchapatra

પ્રભુદર્શન પણ પ્રોફેશનલ!

ભારતીય પ્રજા ધર્મનિષ્ઠ પ્રજા છે. સમગ્ર ભારતમાં લગભગ પ્રત્યેક રાજ્યમાં મહત્ત્વના ધર્મસ્થાન બિરાજમાન છે. પ્રજા મોટી સંખ્યામાં પ્રભુદર્શન કરવા નિયમિત જતી પણ હોય છે. વાત શ્રધ્ધની છે. પરંતુ પ્રભુના દર્શન માટે નાણાની માંગણી અનુચિત લાગે. વીઆઇપી દર્શનના નાણા અલગ ચૂકવવાના હોય છે. પ્રભુના દર્શન પણ નાણાકીય લેવડદેવડ દ્વારા પ્રભુને મન રાય શું કે રંક શું? વીઆઇપી દર્શન માટે એક એક ઝાંખીના નાણા ચૂકવો નહી તો ભીઠમા જઇને ધક્કા ખાવ. આ ક્યાંનો ન્યાય. વિકલાંગ વ્યક્તિ કે વ્હીલચેરમાં હોય એમને માટે અલગ વ્યવસ્થા હોય પણ જ્યાં જાવ ત્યાં નાણાની જ બોલબાતા! ભગવાનના દર્શન પણ પ્રોફેશનલ કરી નાંખ્યા આ માનવીએ પ્રભુને આ ગમતુ હશે અને આ રીતે નાણા આપનારા હશે તો જ આ પ્રકારનો વહીવટ ધર્મસ્થાનોમાં થતો હશે ને? નાણાં આપતા ત્યાના કર્મચારીઓના વર્તન પણ ગેરવર્તણૂંક સહિતના હોય છે.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વણમાંગી સોનેરી સલાહ
વણમાંગી સલાહ કોઇને ગમતી નથી તેમજ આપવી પણ નહીં પરંતુ આપત્તિ-વિપત્તિમાંથી બચાવવા ક્યારેક રક્ષક કે પથદર્શક બની શકાય. જિંદગીની છેલ્લી અવસ્થા માણવા (?) વયોસ્કોને મારી વિનંતી છે કે પૈસો અને દવા એ બેજ તમારી છેલ્લી અવસ્થામાં સાચા સાથીદારો બનશે માટે તેમને સાચવવાનું કામ પ્રભુ પ્રાર્થના કરતા ચઢિયાતું ગણાશે. કોઇને સોંપીને તમારા કાંડા કાપી આપશો નહીં. સાવધાન. આ બાબતને નગણ્ય ગણશો નહી. કાચિંડાને રંગ બદલતા વાર નથી લાગતી. 3-4 વૃધ્ધાશ્રમોનો મનૌવૈજ્ઞાનિક અભ્યાસ કરીને લખી શકું છું કે આ જમાનામાં મોટા ભાગના પુત્રોને મા-બાપ બોજારૂપ લાગતા હોવાથી તેમને સમજાવી પટાવીને સહી સિક્કા કરાવી લીધા બાદ કોઇ વૃધ્ધાશ્રમમાં દરમહિને ચાર-પાંચ હજાર ભરીને છોડી મૂકવામાં આવે છે. મા-બાપ જીવતા હોય ત્યારે ચૂપ કરે અને એમના મર્યા બાદ ફોટાને ધૂપ કરે. ઘર મોટા હોય તેથી કોઇ સાથે નથી રહેવાતું પરંતુ મન મોટા હોય ત્યાં સાથે રહી શકાય છે. અંતે સો વાતની એક જ ખુમારીપૂર્વક જીવીને વાપરજો. આપણે પણ મરતાં મરતાં જીવવાને બદલે જીવીને મરીએ તો?!
પાલ-ભાઠા         – રમેશ એમ. મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top